પ્રજા માટે રાજા ઉતરશે આંદોલનના રસ્તે, ડાંગના રાજા ભાજપ સરકાર સામે કેમ આકરા પાણીએ થયા?

ADVERTISEMENT

gujarattak
social share
google news

રોનક જાની/ડાંગ: ગુજરાતના છેવાડે આવેલો આદિવાસી જિલ્લો એટલે ડાંગ, સરકાર ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસની વાતો કરીને ખોટી વાહવાહી મેળવી રહી છે. પરંતુ હકીકતમાં ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ કઈક જુદી છે. ગુજરાત Tak એ ડાંગ જિલ્લાની મુલાકાત લીધી તો જાણવા મળ્યું કે બીજા ગામડા તો ઠીક પરંતુ જે રાજાને સન્માનવા મહામહિમ રાજ્યપાલ ખુદ ડાંગ આવે છે તેવા રાજા ધનરાજસિંહ સૂર્યવંશીના ગામમાં જવા માટેનો રસ્તો પણ ખખડધજ હાલતમાં છે.

5 વર્ષથી રસ્તો ન બનતા લોકો પરેશાન
છેલ્લા 5 વર્ષથી રાજા ખુદ સોનગીર ફાંટાથી ચીખલીને જોડતો 8 કિમીનો રસ્તો બનવવાની માંગ કરે છે. છતાં કોઇ કામ થયું નથી. તીવ્રઘાટ વાળા રસ્તાને કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બની ચુક્યા છે, ગરીબ આદિવાસી પ્રજાને સમય અને પૈસાનું નુકસાન થઈ રહ્યું છે. જેથી હવે પોતાની પ્રજાની સુવિધા માટે સારા રસ્તાની સગવડ મળે તે માટે રાજા એ ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી આપી છે અને આગામી ડાંગ દરબારમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ ને પોતાના ગામમાં બોલવાની તૈયારી બતાવી છે.

ADVERTISEMENT

મુખ્યમંત્રી, રાજ્યપાલને રજૂઆત છતા ઉકેલ નહીં
ડાંગના ખરાબ રસ્તાને લઈને ખુદ રાજા અત્યાર સુધીમાં અનેક વખત મુખ્યમંત્રી તથા રાજ્યપાલ સુધી રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ વર્ષોની સમસ્યાનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે હવે તેઓ આ ખખડધ્વજ રસ્તાથી સ્થાનિકોને પડતી હાલાકી બતાવવા માટે ખુદ મુખ્યમંત્રી અને રાજ્યપાલને વાસુરણા ગામ લાવીને રસ્તો બતાવવાની તૈયારીમાં છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT