ડાંગઃ ‘લગ્ન કરીને આવી’તી, છોકરાં’ય મોટા થયા રોડ એવોને એવો’- ગામોનો મતદાન બહિષ્કાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

ડાંગઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પહેલા તબક્કાનું મતદાન સંપન્ન થયું છે. ગુજરાતમાં 58.60 ટકા જેટલું અંદાજીત મતદાન થયું છે. ઘણા લાંબા સમય પછી વિધાનસભા માટે ઓછું મતદાન થયું હોય તેમ માનવામાં આવી રહ્યું છે. દરમિયાન ગુજરાતના ડાંગની અનામત બેઠક પર પાંચ ગામોએ મતદાનનો જ બહિષ્કાર કરી દીધો હતો.

બાળકીઓના શિક્ષણ છૂટી રહ્યા છેઃ મહિલા
જામનસોધા આ પાંચ ગામોના લોકો પોતાની વિવિધ માગોને લઈને મતદાનથી દૂર રહ્યા હતા. ગામની મહિલાઓનું કહેવું છે કે અમે જ્યારે લગ્ન કરીને અહીં આવ્યા ત્યારથી અત્યાર સુધી, હવે તો અમારા બાળકો પણ મોટા થઈ ગયા પણ આ રોડની હાલત તો એવીને એવી જ રહી છે. રસ્તાની આ હાલતને કારણે ઘણી તકલીફો પડી રહી છે. અમે ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છીએ. ગામમાં રસ્તો ન હોવાને કારણે છોકરીઓને સ્કૂલે જવામાં પણ મુશ્કેલી થાય છે. છોકરીઓનું ભણતર છૂટી રહ્યું છે. અમને ઘણી તકલીફો પડે છે.

રસ્તો નહીં બને તો વોટ નહીં કરીએઃ ગ્રામજનો
જ્યાં ગામમાં લોકોનું કહેવું છે કે, અમે પહેલા પણ રજૂઆત કરી ચુક્યા છીએ. કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સાથે વાત કરી ચુક્યા છીએ. અમે તેમને કહ્યું હતું કે જો રસ્તો નહીં બને તો અમે વોટ નહીં કરીએ. તેથી અમે મતદાન નહીં કરીએ.

ADVERTISEMENT

નર્મદા જિલ્લામાં પણ આવું કાંઈક
ડેડીયાપાડા વિધાનસભાની ચૂંટણીમાં સામોટ ગામના ગ્રામજનોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે મતદારો પણ જાગૃત બની જતા હોય છે. પોતાના ગામના વિકાસના પ્રશ્નો 5 વર્ષ સુધી કોઈ ઉકેલતું નથી. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ઠાલાં વચનો આપીને ફરી જતા ઉમેદવારો મત લેવા આવે ત્યારે હવે મતદારો પણ ઉમેદવારો અને મતદારોને રોકડું ફરકાવી રહ્યા છે. જેમાં ડેડીયાપાડા વિધાનસભાની બેઠક માટે ડેડીયાપાડા તાલુકાના સમોટ ગામના ગ્રામજનોએ પોતાના ગામનો પ્રશ્ન નહીં ઉકેલાતા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપતાં ઉમેદવારોમા ફફડાટ ફેલાયો છે.

ગામના આગેવાનો નહીં કરે મતદાન
આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સામોટ ગામમાં ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. સામોટ ગામના તમામ આગેવાનોએ મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો છે. માત્ર વિધાનસભા જ નહીં પણ આવનારી તમામ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો પણ નિર્ણય લીધો છે. જે અનુંસંધાને ચૂંટણી બહિષ્કારના પોસ્ટર, બેનર, ઢોલ નગારા વગાડી ગામમાં વિશાળ વિરોધ રેલી નીકળી હતી. ઢોલ વગાડી ઉમેદવારોને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો.

ADVERTISEMENT

ગ્રામજનોના જણાવ્યા અનુસાર સામોટ ગામના હાઉસિંગની જમીન જે લોકો 50 વર્ષથી ખેડાણ કરે છે. જે આદિવાસી પૂર્વ પટ્ટીનો વિસ્તાર છે. અતિ પછાત ગામડાઓના આદિવાસી લોકોની જે જમીન હતી એ જમીન હાઉસિંગ વાળાએ કબજો કરી પચાવી પાડી છે. ત્યારે જે પાર્ટીનો પાર્ટીનો ધારાસભ્યનો ઉમેદવાર સામોટ ગામને જમીન બાબતે ન્યાય અપાવવાનું કામ કરશે એમને જ વોટ આપીશું એવું તમામ ગામના લોકોએ ઉમેદવારોને રોકડું પરખાવી દીધું છે. ગ્રામજનોની જે માંગ જે ઉમેદવાર પૂરી કરવાની ખાત્રી આપશે તેને જ મત આપીશું એમ જણાવ્યું છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ જણાવ્યું છે કે આદિવાસીને જમીન જે પૂર્વજો અભણ હતા એ વખતે હાઉસિંગ વાળાએ બીજાને પૂછ્યા વગર સહી કરી આપી દીધી હતી. આજદિન સુધી સામોટ ગામના લોકોની માંગ પૂરી થઈ નથી. આમ જે આદિવાસીની જમીન અપાવે એવી માંગ સામોટ ગામના ગ્રામજનો કરી રહ્યા છે. હવે ઉમેદવારો કેવી રીતે ગામનો પ્રશ્ન ઉકેલશે એ હવે જોવું રહ્યું.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ રોનક જાની, ડાંગ, નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)

    follow whatsapp

    ADVERTISEMENT