દલિત સમાજે પોતાની માંગણીઓ મુદ્દે સરકાર સામે બાયો ચડાવી, આભડછેટ મુદ્દે રજૂઆતો કરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/ખેડાઃ ગુજરાતમાં ચૂંટણી પહેલા સરકાર સામે એક પછી એક સમાજની પડતર માંગણીઓની રજૂઆત કરવામાં આવી રહી છે. અત્યારે વિવિધ સમાજો પોતાની માગને લઈને રજૂઆત કરી રહ્યા છે. ત્યારે હવે ગુજરાત નવસર્જન ટ્રસ્ટ અંતર્ગત દલિત સમાજે આભડછેટ મુદ્દે પોતાની રજૂઆત સરકાર સામે રાખી છે. અહીં 12 વિવિધ મુદ્દાઓને લઈને દલિત સમાજ આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે દલિત સમાજ દ્વારા આભડછેટ મુક્ત ભારત યાત્રા શરૂ કરાશે જે 90 તાલુકાઓમાં નીકળશે.

દલિત સમાજની વિવિધ માગણીઓ…
દલિત સમાજ દ્વારા આભડછેટ મુક્ત ભારત યાત્રા શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન ગુજરાતના 90 તાલુકાઓમાં યાત્રાનું આયોજન કરાશે. તેવામાં 12 મુદ્દાઓને લઈને દલિત સમાજ દ્વારા વિવિધ માગણીઓ કરાઈ રહી છે. આ અંગે નવસર્જન ટ્રસ્ટના દલિત સમાજના આગેવાન દિનેશભાઈ એ જણાવ્યું કે આ યાત્રા 15મી સપ્ટેમ્બરે ધોળકાથી નીકળી ચૂકી છે. યાત્રાઓનો મુખ્ય હેતુ તેમના સમાજના આ 12 મુદ્દાઓ પર નિર્ણય લેવાનો છે.

  • આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્યઃ ભારત આભાડછેટ મુક્ત થાય એની પહેલ
  • જમીન વિહોણા દલિતોને જમીનો મળે એના માટે રજૂઆત કરાઈ છે
  • અત્યાચાર અને બળાત્કારના બનાવો બંધ થાય એના માટે વિવિધ માગણીઓ કરવામાં આવી
  • પેસાના કાયદાનો અમલ થાય
  • જંગલ જમીન પરના આદિવાસીઓને અધિકારો મળે
  • ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્રીય નેતા તરીકે જાહેર કરવામાં આવે
  • અત્યાચાર ધારાનો જે નબળો અમલ થઈ રહ્યો છે એનો યોગ્ય અમલ થવો જોઈએ
  • સમાજના લોકો એમના મુખ્યમંત્રી જાહેર કરે છે તો ગુજરાતમાં દલીત મુખ્યમંત્રી કેમ નહીં ?

15મી સપ્ટેમ્બરથી યાત્રા શરૂ..
આ 12 મુદ્દાઓ સાથે દલિત સમાજે આ યાત્રા કાઢી છે. જેનો એક જ ઉદ્દેશ છે કે 1932માં ગાંધી અને બાબા સાહેબ આંબેડકર વચ્ચે જે સમજૂતી થઈ હતી એનો અમલ થાય. એ સમયના આગેવાનોએ ખાતરી આપી હતી કે ભારત દેશની આઝાદી પછી ભારતની પહેલી પાર્લામેન્ટમાં પહેલો કાયદો આભડછેટ નાબૂદીનો લાગૂ કરાશે. પરંતુ ભારતમાં 1955માં પહેલો કાયદો સીવીલ રાઈટ એક્ટનો આવ્યો હતો. ભારત દેશ 1947મા આઝાદ થયો હતો.

ADVERTISEMENT

જોકે ભારતમાં આઠ વર્ષ પછી કાયદો આવ્યો જે દલિતોની માગ પ્રમાણે ન હોવાનું સામે આવ્યું હતું. જોકે ત્યારપછી આમાં સમયાંતરે સુધારાઓ કરવામાં આવ્યા હતા. જેમાં ત્રણ કાયદાઓ આવ્યા છતાં પણ છેલ્લે 2016મા અત્યાચાર ધારામા સુધારો કરી અને એટ્રોસીટી એક્ટ કરાયો હતો. ત્રણ કાયદાઓ હોવા છતાં પણ ગુજરાતમાં અને દેશમાં દલિતો પર અત્યાચારો વધતા હોવાની વાત સામે આવી હતી.

રાજસ્થાનના જાલોર જિલ્લાના સુરાણા ગામે આઠ વર્ષના એક દલિત બાળક સાથે શિક્ષકે શરમજનક કૃત્ય કર્યું હતું. દલિત બાળકે પીવાના પાણીના માટલાને સ્પર્શ કરતા શિક્ષકે તેને ઢોર માર માર્યો હતો. જેના પગલે આ બાળક માર સહન ન કરી શક્યું અને મોતને ભેટ્યું હતું. જેના પરિણામે આખા દેશમાં હાહાકાર મચી ગયો હતો.

ADVERTISEMENT

ચૂંટણી સમયે દલિત સમાજે રજૂ કર્યો મુદ્દો
ગુજરાતમાં બે મહિનાની અંદર હવે વિધાનસભા ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે. તેવામાં જે કોઈ રાજકીય નેતા પોતાના સમાજના વિવિધ મુદ્દાઓને પૂર્ણ કરવાનું વચન આપે તેને સ્પષ્ટપણે બહુમત મળવાની સંભાવના વર્તાઈ રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT