સુરેન્દ્રનગરમાં દલીત સમાજે મણિપુર મામલે કાઢી રેલીઃ કલેક્ટરને આપ્યું આવેદન
સાજીદ બેલિમ.સુરેન્દ્રનગરઃ મણિપુરની ઘટનાને લઈ દલીત સમાજે રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે મહિનાઓથી મણિપુરમાં તંગદીલી છે. ત્યાં મૈતેઈ…
ADVERTISEMENT
સાજીદ બેલિમ.સુરેન્દ્રનગરઃ મણિપુરની ઘટનાને લઈ દલીત સમાજે રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે મહિનાઓથી મણિપુરમાં તંગદીલી છે. ત્યાં મૈતેઈ અને કૂકી સમુદાય વચ્ચેની માથાકૂટને ત્યાંની ભાજપ સરકાર કે ખુદ દેશના ગૃહ પ્રધાન અમિત શાહની મુલાકાત પછી પણ કાબુમાં કરી શકાઈ નથી. રોજ કોઈને કોઈ રીતે તંગદીલી જોવા મળી રહી છે. એક રીતે કહી શકાય કે મણિપુર સળગી રહ્યું છે, મહિલાઓ પર અને બાળકો પર પણ અત્યાચારની ઘટનાઓ થઈ છે. જેમાં પોલીસની કામગીરી પર પણ આરોપો લાગ્યા છે. પોલીસ પણ નફરતી વાતાવરણને વેગ આપતી હોવાના આરોપો થયા છે. લોકો સતત પ્રધાનમંત્રી પાસે મણિપુર આવવા અથવા મણિપુર મામલામાં દખલ કરવાની માગ કરી રહ્યા છે, પરંતુ ન જાણે કેમ છેલ્લા ઘણા સમયથી મણિપુર સળગતું અટકી રહ્યું નથી તંત્ર પાંગળુ બની ગયું છે અને અહીં નારાજગીની દીવાલ એટલી મોટી ચણાતી જાય છે કે બે સમાજોને ભેગા કરવામાં ખબર નથી કેટલો સમય લાગશે. આ મામલાને લઈને આખરે જ્વાળાઓ ગુજરાત સુધી પહોંચી છે. ઠેરઠેર વિરોધ પ્રદર્શન અને ન્યાયની માગ કરવામાં આવી રહી છે.
9 લોકોના જીવ લેનારા તથ્ય પટેલ પર ગાળિયો કસાયો, હવે RTO વિભાગ મોટી કાર્યવાહી કરશે
હાલમાં જ વડોદરા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મણિપુર મામલે ‘મોદી હટાઓ મણિપુર બચાઓ’ના નારા લગાવી ન્યાયની માગણી કરવામાં આવી હતી. જોકે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓને પોલીસે અટકાયતમાં લઈ લીધા હતા અને આખું વિરોધ પ્રદર્શન આ પછી તૂટી ગયું હતું. મણિપુરના મામલામાં જેટલો અવાજ ઉઠાવી શકાય તેટલો ઉઠાવવો જરૂરી બન્યો છે. આ પ્રકારની હિંસા ક્યારેય ભારતની સારી ઓળખ ઊભી કરતી નથી. આપને જણાવી દઈએ કે મણિપુરની હિંસાનો મામલો ન માત્ર દેશમાં પણ વિદેશોમાં પણ જ્યારે ડંકો વાગતો હોવાની ભ્રમણાઓ ઊભી કરવામાં આવતી હતી ત્યારે પણ ઉઠ્યા હતા. આજે આ મામલો સુરેન્દ્રનગર પહોંચ્યો છે.
મણિપુર સહિત ભારત ભરમાં અનુ જાતી પર થતા અત્યાચારને રોકવા અને આરોપીઓને કંડક સજા કરવાની માંગ સાથે દલીત સમાજે સુરેન્દ્રનગરમાં રેલી યોજી શુત્રચાર કરી ન્યાયની માગ કરી છે. આ મામલે સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી દલીત સમાજના લોકોએ રજૂઆત કરી કે દલીતોને પર થતા અત્યાચાર પર તાત્કાલિક પગલા લેવામાં આવે અને આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે.
ADVERTISEMENT
ADVERTISEMENT