Dakor મંદિરમાં દર્શન માટે VIP ચાર્જ, રણછોડરાયના નજીકથી દર્શન કરવા 500 રૂપિયા ચૂકવવા પડશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

Dakor Temple: ડાકોરમાં રણછોડરાયના દર્શને જતા ભક્તો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ હવે રણછોડરાયના નજીકથી દર્શન કરવા માટે ભક્તોએ પૈસા ચૂકવવા પડશે. ખેડામાં ડાકોર મંદિર કમિટીની બેઠકમાં સંયુક્ત રીતે VIP દર્શન માટે ચાર્જ વસૂલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે ભક્તોએ 500 રૂપિયા સુધી ચૂકવવા પડશે.

ડાકોર મંદિર કમિટી દ્વારા લેવાયો ખાસ નિર્ણય

વિગતો મુજબ, ગુજરાતના જાણીતા યાત્રાધામ ડાકોરમાં મંદિર કમિટી દ્વારા વિવાદિત નિર્ણય લેઈને દર્શન માટે VIP ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે. આ માટે ભગવાનના નજીકથી દર્શન કરવા ઈચ્છતા ભક્તોએ પૈસા ચૂકવવા પડશે. જેમાં ઠાકોરજીના ઉંબરા સુધી જઈને દર્શન કરવા માટે વ્યક્તિદીઠ રૂ.500 આપવા પડશે. તો પુરુષોએ મહિલાઓની લાઈનમાં ઊભા રહીને દર્શન કરવા માટે 250 રૂપિયા આપા પડશે.

મહિલાઓની લાઈનમાં પૈસા આપીને પુરુષો કરી શકશે દર્શન

આ નિર્ણય ટેમ્પલ કમિટી દ્વારા સર્વાનુમતે લેવામાં આવ્યો હતો અને ગુરુવારથી જ તેનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે જ મંદિર કમિટીને આવક પણ શરૂ થઈ ગઈ. પ્રથમ દિવસે 7 ભક્તોએ 500 રૂપિયા આપીને નજીકથી કાળિયા ઠાકોરના VIP દર્શન કર્યા, તો 3 પુરુષોએ 250 રૂપિયા ચૂકવીને મહિલાઓની લાઈનમાં ઊભા રહીને દર્શન કર્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT