ડાકોરમાં પડી દીવાલઃ મંદિરે જતા મુખ્ય રસ્તા પર દીવાલ ધરાશાયી, 3 વાહનો દટાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.ખેડાઃ ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. દીવાલ ધરાશાયી થવાના કારણે ત્રણ વાહનો કાટમાળ નીચે દટાયા હતા. જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી. આ મકાનની દીવાલ જ્યાં પડી તે રસ્તો ડાકોર મંદિરને જોડતો સીધો રસ્તો છે. આ ડાકોર મંદિર જતો મુખ્ય રસ્તો છે.

કોઈ દટાયું છે કે કેમ તેની પણ તપાસ

આ ઘટના શુક્રવારે રાત્રે 10 વાગ્યાની આસપાસના સમયમાં બની હતી. મંદિરને જોડતા મુખ્ય માર્ગ પર દીવાલ આવેલી હતી. મંદિર બંધ કરતી વખતે દીવાલ ધરાશાયી થઈ હતી, તેથી કોઈના દટાઈ જવાની શક્યતા ઓછી છે. છતા તંત્ર દ્વારા કોઈ દટાયું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. ડાકોર નગરપાલિકા અને ડાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે.

ADVERTISEMENT

આણંદની છોકરીને ફોટો વાયરલ કરવાની ધમકી આપી શખ્સોએ ગુજાર્યું દુષ્કર્મ

જેસીબીથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ઘટનાના કારણો હજુ જાણવા મળ્યા નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ડાકોર એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે. અહીં દર વર્ષે લાખો ભક્તો આવે છે. આ ઘટના શ્રદ્ધાળુઓ માટે આ ઘટના મોટો ઝટકો છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT