DAHOD: જ્યાં જવુ પણ ન ગમે ત્યાં વન વિભાગે એવી કરામત કરી કે લોકો લાઇનો લગાવે છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

દાહોદ : સંજેલી રેંજમાં વન વિભાગની ચાર વર્ષની મહેનત બાદ વેરાન વિસ્તારમાં હરિયાળી છવાઇ હતી. હિરોલા પાસે વેલપુરા બિટમાં ગરાડું પ્લોટનું ૧૧૧ હેક્ટર ઉજ્જડ જમીનને વન વિભાગે વૃક્ષારોપણ અને સતત મહેનત કરીને લીલીછમ કરી દીધી છે. વનવૈભવથી આગવી ઓળખ ધરાવતા દાહોદ જિલ્લામાં વન વિભાગ દ્વારા ચાલુ વર્ષે જળ સંચય માટે 41 વન તલાવડી બનાવતા એકદમ વેરાન વગડો હવે ખુબ જ સુંદર બની ગોય છે.

મધ્ય ગુજરાતમાં પોતાના વનવૈભવથી આગવી ઓળખ ધરાવતા દાહોદના જંગલોમાં વન વિભાગ દ્વારા જળ સંચયના કામો કરવામાં આવતા અદ્દભૂત કુદરતી નજારો જોવા મળી રહ્યો છે. તેની સાથે જમીનમાં પાણીના તળ ઉંચા આવ્યા છે. વન વિસ્તારના કેટલાક ભાગોમાં કરાયેલા વૃક્ષારોપણને પણ ફાયદો થયો છે. વન વિભાગ દ્વારા પ્રતિ વર્ષ સઘન વૃક્ષારોપણ અને જળ સંચયના કામો કરવાના કારણે વેરાન વિસ્તારોમાં પણ હવે હરિયાળી છવાઇ છે.

વડોદરા વન વર્તુળ હેઠળના બારિયા વન વિભાગના નાયબ વન સંરક્ષકે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં 9 તાલુકામાં કુલ 13 વન પરિક્ષેત્ર કાર્યરત છે. જેમાં બારીયા વન વિભાગનો કુલ જંગલ વિસ્તાર 815.37 ચોરસ કિલોમીટરનો છે. બારીયા તાલુકામાં 144.86 ચોરસકિલોમીટર ધાનપુર તાલુકામાં 127.77 ચો.કિ.મી, દાહોદ તાલુકામાં 123.64 ચો. કિ. મી, ઝાલોદ તાલુકામાં 94.64 ચો.કિ.મી, ફતેપુરા તાલુકામાં 40.66ચો.કિ.મી, સંજેલી તાલુકામાં 61 ચો.કિ.મી, ગરબાડા તાલુકામાં ચો.કિ.મી, લીમખેડા તાલુકામાં 108.74 ચો.કિ.મી વન વિસ્તાર મુખ્ય છે.

ADVERTISEMENT

ઉક્ત વન વિસ્તારમાં ચેકડેમ, ચેકવોલ તથા વનતલાવડી ઉપરાંત પર્કોલેશન ટેન્ક નિર્માણની કામગીરી કરવામાં આવે છે. જળ સંગ્રહ કરવાનો મુખ્ય હેતું વધુ પાણીનો સંગ્રહ તથા વન્ય જીવોને છેલ્લા સમય સુધી પીવાના પાણીની સુવીધા ઉપલબ્ઘ થઇ શકે તેવો રહ્યો છે. તદ્દઉપરાંતઆજુ બાજુના વિસ્તારમાં આવેલા કૂવા, હેંડપં૫, તળાવોના પાણીના સ્તર ઉંચા કરવા તથા અનિયમીત વરસાદના કારણે ખેડુતો એક જ પાક લેતા હોય બાકીના સમયે કામગીરીની શોઘમાં હિજરત કરતા હોય તે માટે જંગલ વિસ્તારમાં થયેલા જળ સંગ્રહથી તેમના કૂવામાં પાણી રહેતા વધુ મૌસમનો પાક લઇ શકે છે. ચાલુ વર્ષે કુલ ૪૧ વન તલાવડી બનાવવામાં આવી છે.

સંજેલી પરિક્ષેત્રમાં હિરોલા પાસે વેલપુરા બિટમાં ગરાડું પ્લોટનું ૧૧૧ હેક્ટર ઉજ્જડ જમીનને વન વિભાગે સઘન વૃક્ષારોપણ કરી હરીભરી કરી દીધી છે. ગરાડું વિસ્તાર વિરાન, પથ્થરવાળો હતો. વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૯માં આ વિસ્તારને સઘન પ્લાન્ટેશન હેઠળ લેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં ૯ ચેકવોલ, ૩૫ વનતલાવડી ઉપરાંત કન્ટુર ટ્રેન્ચ કર્યા બાદ રોપા વાવેતર કરવાથી હાલમાં ત્યાં વીડી વાળો વિસ્તાર થયો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT