જાનૈયા બની ગુજરાત પોલીસ મોસ્ટ વોન્ટેડને પકડવા ગઈઃ DJ પણ બોલાવ્યું- જુઓ Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

દાહોદઃ 2 કરોડ ઉપરાંતના મુદ્દામાલ સાથેના કેસના મોસ્ટ વોન્ડેટ આરોપીને પકડવા પોલીસે એક નવી જ રીત અપનાવી હતી. જોકે વેશ બદલીને રેડ કરવી કે આરોપીઓ સુધી પહોંચવું ગુજરાત પોલીસ માટે નવીન વાત નથી આવા ઘણા ઓપરેશન્સ અગાઉ પણ થઈ ચુક્યા છે. અગાઉ પણ આઈપીએસ હિમાંશુ શુક્લ, તરુણ બારોટ સહિતના ઘણા પોલીસ અધિકારીઓ અને ઘણા પોલીસ કર્મચારીઓએ ક્યારેક દૂધવાળા તો ક્યારેક શાકભાજી વેચવા વાળાના વેશ ધારણ કરીને આરોપીઓને દબોચ્યા છે અથવા તેમના મનસુબા ફેલ કર્યા છે. જોકે આવા જોખમો લેવામાં ઘણી વખત તેમના જીવ પણ પણ આવી બની હોય છે. હાલ આપણે વાત કરીએ તો દાહોદ પોલીસે આંતર રાજ્યના મોસ્ટ વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો છે.

144 ગુનાઓ નોંધાયા છે આરોપી સામે
દાહોદ પોલીસે જિલ્લા ઉપરાંત રાજ્ય અને આંતર રાજ્યના મોસ્ટ વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો છે. પ્રોહીબીશનના ગુનામાં સૌથી મોસ્ટ વોન્ડેટ આરોપી એવા પીદીયા સંગાડાને લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. ગુજરાતના કુલ 144 પ્રોહીબીશનના ગુના જે આરોપી પર છે તે આજે પોલીસના હાથે લાગી ગયો છે. જોકે પોલીસને અત્યાર સુધી ચકમો આપવામાં સફળ રહેલો આ શખ્સ પોલીસના સકંજામાં આખરે આવી ગયો છે.

ચક્રવાતને લઈ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો શું કહ્યું

પોલીસે ડીજે પણ બોલાવ્યું
આ સમગ્ર ઓપરેશન એક ગુપ્તતાને આધારે ચાલ્યું અને પોલીસે સતત વિગતો વેરીફાય કર્યા પછી જાનૈયાઓનો વેશ ધારણ કર્યો હતો. એટલું જ નહીં પણ જાન જઈ રહી છે તેવું લાગે તે માટે સહુ પોલીસ કર્મચારીઓએ માથે ફેંટો બાંધ્યો હતો. કાર પર લગ્નના સ્ટિકર્સ લગાવ્યા હતા અને એથી પણ ઓછું હતું ત્યા ડીજે પણ બોલાવ્યું હતું. પોલીસ વર્ષ 2007થી આ શખ્સને પકડવાના પ્રયાસો કરી રહી હતી. જોકે કોઈને કોઈ રીતે તેને પકડી શકાયો ન્હોતો. હવે પોલીસે તેને પકડી પાડ્યો છે.

ADVERTISEMENT

શું કહે છે, દાહોદના જિલ્લા પોલીસ વડા બલરામ મીણા જુઓ Video

(ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, દાહોદ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT