દાહોદમાં લૂંટ વિથ મર્ડર કેસમાં પતિ જ નીકળ્યો પત્નીનો હત્યારો, પ્રેમિકા માટે ઘરવાળીને પતાવી નાખી

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દુલ ગજ્જર/દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદમાં બે દિવસ પહેલા લૂંટના ઈરાદે બાઈક સવાર દંપતીને રોકવામાં આવ્યા હતા. જેમાં પત્નીના દાગીનાની લૂંટ કરીને તેની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. હવે આ કેસમાં પોલીસ તપાસમાં પતિએ જ પ્રેમિકાને પામવા માટે પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જે બાદ પોલીસે આરોપી પતિ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઈક પર જતા પતિએ પત્ની સાથે લૂંટનું જણાવ્યું હતું
વિગતો મુજબ, દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મહુડી ગામે બે દિવસ પહેલા દંપતી સાથે લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી હતી. જેમાં દંપતી પૈકી પત્નીને લુંટારુઓએ સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી મોતને ઘાટ ઉતારી દીધી હોવાની પ્રાથમિક તબક્કે પોલીસ સમક્ષ બહાર આવ્યું હતું. ત્યારે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી દાહોદ એલસીબી પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી મૃતક પત્નીના પતિની શંકાના આધારે સઘન પૂછપરછ કરતા પતિ શૈલેષભાઈ સીદાભાઈ ડામોર પોલીસની પૂછપરછમાં ભાંગી પડ્યો હત. જેમાં તેણે પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવાની તેમજ તેની સાથે રહેવાની ઘેલછામાં વચ્ચે આવતી પોતાની પત્નીનો કાંટો કાઢવા હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.

પ્રેમિકાને પામવા માટે પતિ બન્યો હત્યારો
આરોપી પતિએ પત્નીને બાઈક પર બેસાડી રાત્રિના સમયે મહુડી ગામે જઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે બાઈક પરથી પાડીને નીચે પાડી દીધી હતી. જેમાં પત્નીને સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અને શરીરે ઓછી વત્તી ઈજા પહોંચી હતી. ત્યારે પતિ શૈલેષભાઈએ નીચે પડેલી પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી લીધી હતી. ત્યારબાદ તેણે નાટક શરૂ કર્યું હતું અને પોતાના સ્વજનોને ફોન કરી પોતાની સાથે લૂંટ થઈ અને પત્નીને મારી નાખી હોવાનો ઢોંગ કર્યો હતો. ત્યારે પોલીસે સમગ્ર મામલે આરોપી પતિ શૈલેષભાઈ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

 

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT