અમરેલીમાં વાવાઝોડું, તોફાની વરસાદ બાદ હવે પુરનો ખતરો, નદીઓ બની ગાંડીતુર
અમદાવાદ : બિપરજોય વાવાઝોડાને પગલે ગુજરાતમાં હાલ તમામ તંત્ર એલર્ટ પર છે. હવામાન વિભાગ દ્વારા જો કે પ્રમાણમાં વાવાઝોડું થોડું નબળું પડ્યું હોવાનું જણાવ્યું છે.…
ADVERTISEMENT
અમદાવાદ : બિપરજોય વાવાઝોડાને પગલે ગુજરાતમાં હાલ તમામ તંત્ર એલર્ટ પર છે. હવામાન વિભાગ દ્વારા જો કે પ્રમાણમાં વાવાઝોડું થોડું નબળું પડ્યું હોવાનું જણાવ્યું છે. બિપોરજોય વાવઝોડાની સૌથી વધારે અસર કચ્છ, દેવભુમિ દ્વારકા અને જામનગર જિલ્લો સૌથી વધારે પ્રભાવિત થશે. બિપોરજોય વાવાઝોડાને પગલે સમગ્ર સૌરાષ્ટ્ર એલર્ટ પર છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે સ્થિતિ વધારે વિપરિત બને તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના પગલે સ્થાનિક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે. તમામ તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે.
હવામાન વિભાગના અનુસાર ચક્રવાત બિપોરજોય હાલમાં ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં કેન્દ્રીત છે. ઉત્તર દિશામાં આગળવધી રહ્યું છે. ચક્રવાત દ્વારકાથી લગભગ 200 કિલોમીટર દુર છે. જો કે વાવાઝોડું આવે તે પહેલા ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકાઓમાં વરસાદનું તાંડવ જોવા મળી રહ્યું છે. સાયક્લોનના કારણે જામનગર,દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર સહિત દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદના પગલે હવે પુર આવ્યું છે.
સાવરકુંડાલ શહેરમાં વાવાઝોડા સાથે તોફાની વરસાદ પડતા તોફાન પહેલા જ અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. સાવરકુંડલાની નાવલી નદીમાં પુર આવ્યું હતું. અમરેલીમાં કાલથી જ સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નાવલી નદીમાં પુરની સ્થિતિ સર્જાઇ છે. પહેલાથી જ વાવાઝોડાના કારણે પરેશાન અમરેલીના લોકો હવે તોફાની વરસાદ બાદ પુરનો પણ સામનો કરી રહ્યા છે. સવારે 6 થી બપોર સુધીમાં જ રાજ્યના કુલ 51 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. ખંભાળીયા, મેંદરડા, ઉપલેટા અને જૂનાગઢમાં 2થી 3 ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જેના પગલે ઠેર ઠેર પાણી પણ ભરાયા હતા. અમરેલી અને જામનગરના પણ અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. વલસાડ અને ભચાઉમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા હાઇવે પણ સુમસાન બન્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT