અમરેલી: ખાંભામાં આખલાએ ગળામાં સાયકલ ફસાઈ જતા આખું ગામ માથે લીધું, જુઓ VIDEO
અમરેલી: અમરેલીમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ખાંભાના એસ.ટી બસ સ્ટેન્ડ પર આખલાએ આખું ગામ માથે લીધું હતું. હકીકતમાં રખડતા આખલાના શિંગડામાં સાયકલ ફસાઈ…
ADVERTISEMENT
અમરેલી: અમરેલીમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ખાંભાના એસ.ટી બસ સ્ટેન્ડ પર આખલાએ આખું ગામ માથે લીધું હતું. હકીકતમાં રખડતા આખલાના શિંગડામાં સાયકલ ફસાઈ ગઈ હતી, જે ભારે પ્રયાસો કરવા છતા નીકળી રહી નહોતી. એવામાં રઘવાયા થયેલા આખલાએ રોડ પર આમથી તેમ દોટ મૂકતા લોકોના જીવ પડીકે બંધાયા હતા અને ભાગદોડ મચી ગઈ હતી.
ખાંભાના એસ.ટી સ્ટેન્ડ બહાર રોડ પર ગળામાં સાયકલ સાથે આખલાને જોતા સેવાભાવી લોકોએ આખલાની હાલત જોઈને દયા આવતા મદદ કરવા માટે આગળ આવ્યા હતા અને હિંમત કરીને મહામુસીબતે આખલાના શીંગડામાંથી સાયકલ બહાર કાઢી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો હવે સામે આવી રહ્યો છે. જેમાં આખલાના માથામાં સાયકલ ફસાયેલી જોઈ શકાય છે. જ્યારે કેટલાક સ્થાનિક લોકો સાયકલને ગળામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT