ભારતની IPL ની કોપી કરવા ગયેલા પાકિસ્તાન બોર્ડને કરોડોનું નુકસાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

કરાંચી : પાકિસ્તાન ક્રિકેટમાં હાલ ભારે અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા જ રમીજ રાજાને પીસીબીના ચેરમેન પદથી હટાવી દેવાયા હતા. બીજી તરફ ફીલ્ડ પર પણ પાકિસ્તાન ભારે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો જ્યારે ઇંગ્લેન્ડ સામે 3-0 થી વ્હાઇટ વોશ થયો. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના આર્થિક રીતે ખુબ જ નુકસાન થયું હોવાના સમાચારો સામે આવી રહ્યા છે.

કરોડો રૂપિયાનું નુકસાન ઉપરાંત કંપનીઓને પૈસા ચુકવવા પડે તેવી સ્થિતિ
ક્રિકેટ પાકિસ્તાન.કોમના અનુસાર પાકિસ્તાન જુનિયર લીગ (PJL) ના આયોજનથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આશરે 1 બિલિયન પાકિસ્તાની રૂપિયાનું નુકસાન થયું છે. આ રિપોર્ટ અનુસાર પીજએલની પહેલી સિઝનમાં અલગ અલગ ખર્ચાઓના કારણે પીસીબીને 99,69,96400 પાકિસ્તાની રૂપિયાનું નુકસાન થયું છે. જો આ રકમને ભારતીય મુદ્રામાં કન્વર્ટ કરવામાં આવે તો 36.48 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

પીસીબીને ટાઇટલ સ્પોન્સર નહી મળતા મોટા ભાગની ટીમ વેચાયા વગરની રહી ગઇ
પીસીબીને ટાઇટલ સ્પોન્સર અને ફ્રેંચાઇજી ટીમ વેચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એટલા માટે તેમણે ટીમોની માલિકી પોતાની પાસે રાખી. આખેર સ્પોન્સરશિપના 19 કરોડ પાકિસ્તાની રૂપિયા મળ્યા. જ્યારે પ્રોડક્શન પાછળ 28 કરોડ 60 લાખ પાકિસ્તાની રૂપિયાનો ખર્ચ થયો. આ રીતે પીસીબીને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો.

ADVERTISEMENT

પીસીબીના નવા ચેરમેને લીગને બંધ કરવાના નિર્દેશ આપ્યા
રમીઝ રજાએ રાજીનામું આપ્યું તે પહેલા પાકિસ્તાન જુનિયર લીગના 20 વર્ષના રાઇટ્સ વેચાઇ ચુક્યા હતા. જો કે પીસીબીના નવા ચેરમેન નજમ સેઠીએ પાકિસ્તાન જૂનિયર લીગની પહેલી જ સિઝનના નુકસાનને જોતા તેને શરૂ નહી રાખવાના સંકેતો આપ્યા હતા. જેથી કરાર ભંગ કરવા બદલ પીસીબીને વધારે એક ફટકો પડી શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT