સુરેન્દ્રનગરઃ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર અને દર્દી વચ્ચે છૂટા હાથની મારામારી, વીડિયો વાયરલ
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના વઢવાણ સ્થિત સરકારી હોસ્પિટલનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ફરતો થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે હોસ્પિટલમાં જ બે…
ADVERTISEMENT
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના વઢવાણ સ્થિત સરકારી હોસ્પિટલનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ફરતો થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે હોસ્પિટલમાં જ બે વ્યક્તિ એક બીજાને માર મારી રહ્યા છે અને તે પછી આસ પાસના અન્ય લોકો પણ એક વ્યક્તિ પર તૂટી પડે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ સામ સામે લડનારા બીજા કોઈ નહીં પરંતુ હોસ્પિટલના ડોક્ટર અને દર્દી છે. બંને વચ્ચે જોરદાર મારામારી થાય છે. આખરે આ મામલાને લોકો વચ્ચે પડીને શાંત કરી દે છે.
“પપ્પા બધાંનું ધ્યાન રાખજો…”: બિઝનેસમેન બનવા કેવડિયાના વેપારીના પુત્રએ ઘર છોડ્યું
મામલો શાંત થયા પછી ફરિયાદ નહીં
વઢવાણ સરકારી હોસ્પિટલ અવાર નવાર ચર્ચાનું કેન્દ્ર બનતી આવી છે. આજે શનિવારે ફરી એક બાબતને લઈને ભારે ચકચાર મચી છે. વઢવાણ સરકારી હોસ્પિટલમાં દર્દી એને ડોક્ટર વચ્ચે મારામારી થઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો અમારી પાસે છે પરંતુ તેમાં હિંસાત્મક દૃશ્યો હોવાને કારણે તે અહીં દર્શાવાયો નથી. જોકે આ ઘટનાની વિગતોની વાત કરીએ તો વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ઓપીડી ચાલી રહી હતી તે દરમિયાન દર્દી અને ડોક્ટર વચ્ચે મારામારી થાય છે. વાયર વીડિયોમાં ડોક્ટરને અન્ય લોકો પણ મારવા લાગે છે તેવું પણ દેખાઈ રહ્યું છે. જોકે આ મામલામાં કોઈ ફરિયાદ થઈ નથી કારણ કે મામલો તે પછી શાંત થઈ ગયો હતો.
(ઈનપુટઃ સાજીદ બેલિમ, સુરેન્દ્રનગર)
ADVERTISEMENT
ADVERTISEMENT