Corona Update: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું, છેલ્લા 24 કલાકમાં 294 લોકો થયા સંક્રમિત
અમદાવાદ: આજે રાજ્યમાં Coronaના સંક્રમણમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 200થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યમાં છેલ્લા 24…
ADVERTISEMENT
અમદાવાદ: આજે રાજ્યમાં Coronaના સંક્રમણમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 200થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 294 લોકો સંક્રમિત થયા છે. જ્યારે ગઈકાલે 169 લોકો સંક્રમિત થયા હતા. આજે પણ સંક્રમિત કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આજે કુલ 404 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં એક દર્દીનું કોરોનાથી મૃત્યુ થયુ છે.
રાજ્યમાં કોરોનાના કેસને ધ્યાને રાખીને રાજ્યમાં વેકસીનેશન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ વેક્સિનના ડોઝ આપવમાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3,60,775 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. હાલ રાજ્યમાં 2018થી ઓછા એક્ટિવ કેસ છે. રાજ્યમાં 2018 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર રહેનાર દર્દીઓની સંખ્યા 19 છે. જ્યારે 1999 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી કુલ 11,000 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 12,55,225 દર્દી ડિસ્ચાર્જ થયા છે.
રાજ્યમાં કોરોના રિકવરી રેટ વધ્યો
રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98.97 ટકા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 312224પ્રિકોશન ડોઝ 18 થી 59 વર્ષ સુધીના લોકોને આપવામાં આવ્યા છે. આ સાથે જ 12,16,40,272 વેક્સિનના કુલ ડોઝ ગુજરાતમાં આપવામાં આવ્યા છે. રાજ્યમાં અરવલ્લી, ભાવનગર, બોટાદ, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, મહીસાગર, મોરબી, પોરબંદરઅને નર્મદામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આ સાથે અમદાવાદ કોર્પોરેશનમાં એક દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT