રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું, 225 લોકો થયા સંક્રમિત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: આજે રાજ્યમાં Coronaના સંક્રમણમાં વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 200થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 લોકો સંક્રમિત થયા છે. આજે પણ સંક્રમિત કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આજે કુલ 337 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

2000થી ઓછા એક્ટિવ કેસ
રાજ્યમાં કોરોનાના કેસને ધ્યાને રાખીને રાજ્યમાં વેકસીનેશન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખથી વધુ વેક્સિનના ડોઝ આપવમાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2,34,373 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. હાલ રાજ્યમાં 2000થી ઓછા એક્ટિવ કેસ છે. રાજ્યમાં 1755 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર રહેનાર દર્દીઓની સંખ્યા 8 છે. જ્યારે 1855 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી કુલ 11,008 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 12,57,307 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

રિકવરી રેટ વધ્યો
રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 99.00 ટકા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 204550 પ્રિકોશન ડોઝ 18 થી 59 વર્ષ સુધીના લોકોને આપવામાં આવ્યા છે. આ સાથે જ 12,34,43,568 વેક્સિનના કુલ ડોઝ ગુજરાતમાં આપવામાં આવ્યા છે.

ADVERTISEMENT

અહી એક પણ કેસ નથી નોંધાયો
રાજ્યમાં છોટા ઉદેપુર, દાહોદ, દેવવભૂમિ દ્વારકા, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, પાટણ, સાબરકાંઠા અને નર્મદામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. રાજકોટ કોર્પોરેશનમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

    follow whatsapp

    ADVERTISEMENT