કોંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલા ફટકા લાગવાનું શરૂ, સિનિયર નેતાએ ધરી દીધું રાજીનામું

ADVERTISEMENT

gujarattak
social share
google news

બનાસકાંઠા: એક તરફ રાજ્યમાં બિપોરજોય વાવાઝોડું આવ્યું બીજી તરફ રાજકારણમાં બિપોરજોયનું વાવાઝોડું આવ્યું. ગુજરાત કોંગ્રેસને ;લોકસભાની ચૂંટણી પહેલા મોટો ફટકો લાગ્યો છે. કોંગ્રેસમાંથી 7 વખત ચૂંટણી લડેલા પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. તેમણે રાજીનામું ધરી દીધું છે. ગોવા રબારી હવે ભાજપનો ખેસ ધારણ કરી શકે છે.

ગુજરાતમાં કોઈ પણ ચૂંટણી હોય કોંગ્રેસના એક બાદ એક દિગ્ગજ નેતા હાથ છોડી રહ્યા છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. 35 વર્ષનો કોંગ્રેસ સાથેનો સાથ ગોવા રબારીએ છોડ્યો છે. તેમણે રાજનનો રાજીનામાનો પત્ર લખી અને કોંગ્રેસનો સાથ છોડ્યો છે. ગોવા રબારીની રબારી સમાજ પર પકડ ખૂબ સારી છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા મોટો ફટકો કોંગ્રેસને લાગ્યો છે. તેમ માનવામાં આવે છે. ગોવા રબારી હવે આવતીકાલે ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. આ સાથે જ ગોવા રબારીને ભાજપ મોટી જવાબદારી પણ આપી શકે છે.

જાણો શું લખ્યું પત્રમાં
રાજીનામા અંગે ગોવા રબારીએ જગદીશ ઠાકોરને તેમણે પત્ર લખ્યો હતો. પત્રમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 35થી વધુ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કોંગ્રેસની હાલત કથળતી જતી હોવાથી વિસ્તારના લોકોના કામ સંતોષ પૂર્વક રીતે થઈ શકતા નથી. તેથી કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી તેમજ કોંગ્રેસમાં મારા વિવિધ હોદ્દા પરથી રાજીનામું આપું છું.

ADVERTISEMENT

 

કોંગ્રેસના સિનિયર નેતા
ગોવાભાઈ દેસાઈ કોંગ્રેસના એક સિનિયર નેતા છે. તેઓ સાત વખત કોંગ્રેસ માંથી ધારાસભ્યની ચૂંટણી લડેલાં છે. તેઓ ધાનેરામાં 1995માં કોંગ્રેસ માંથી ધારાસભ્ય રહી ચુક્યા છે. ગોવાભાઈ ડીસામાં બે વખત કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ઉલ્લેખનીય છેકે, ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે તેમના પુત્ર સંજય રબારીની હાર થઈ હતી.

ADVERTISEMENT

જાણો કોણ છે ગોવા રબારી
છેલ્લે 2017ની ચૂંટણીમાં ગોવાભાઈ ડીસા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા જેમાં ભાજપના શશીકાંત પંડ્યા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડા ગામના રહેવાસી છે. તેમણે કુચાવાડા ગામના સરપંચથી રાજકારણની શરૂઆત કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પણ રહી ચુક્યા છે. તેઓ અત્યાર સુધીમાં 7 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. જોકે વર્ષ 2022ની ચૂંટણીમાં ગોવા ભાઈ મેદાને નહોતા પરંતુ તેમના પુત્ર સંજય રબારી મેદાને ઉતર્યા હતા. જોકે ભાજપના ઉમેદવાર સામે તેમને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: ધનેશ પરમાર, બનાસકાંઠા )

    follow whatsapp

    ADVERTISEMENT