ટેબલને તિલક, દ્વાર પર શ્રીફળઃ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનો કાંઈક આ રીતે શક્તિસિંહે સંભાળ્યો કાર્યભાર
અમદાવાદઃ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે નમન કરીને, પદયાત્રાથી લોકો સાથે જોડાઈને, રાજીવ ગાંધી ભવનના દ્વારે શ્રીફળ વધેરીને અને તિલક ચાંદલા પોતાની ઓફિસના ટેબલ પર કરીને…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે નમન કરીને, પદયાત્રાથી લોકો સાથે જોડાઈને, રાજીવ ગાંધી ભવનના દ્વારે શ્રીફળ વધેરીને અને તિલક ચાંદલા પોતાની ઓફિસના ટેબલ પર કરીને શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદનો કાર્યભાર સંભાળ્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ તેમને ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે કોંગ્રેસ હાઈ કમાન્ડે શક્તિસિંહનું નામ જાહેર કર્યું હતું. જેતે સમયે તેમણે કાર્યભાર સંભાળ્યો ન્હોતો. તેમણે ગાંધી આશ્રમે નમન કર્યા પછી જ તે કાર્યભાર સંભાળશે. આજે તેમણે જવાબદારી સ્વીકારી છે અને કહ્યું કે, ચાર્જ લઈશ તેમ સત્તા પડાવવી લેવા નહીં પણ લોકો માટે કામ કરવા આશીર્વાદ લીધા છે. જેની તસવીરો અને વીડિયો અહીં દર્શાવ્યા છે.
મહેમદાવાદના મામલતદાર કક્ષાના અધિકારીએ 5 હજાર માટે કર્યું મોઢું કાળું!
તેમણે કહ્યું કે, ગુજરાતના ખુણે ખુણેથી વિશાળ સંખ્યામાં સમર્થન અને શુભકામના આપવા માટે અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમ ખાતે આવેલા તથા આશ્રમથી રાજીવગાંધી ભવન, પ્રદેશ કાર્યાલય સુધી પદયાત્રામાં જોડાયેલા હજારો શુભેચ્છકો, સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરો તથા નેતા, પદાધિકારીઓ, હોદ્દેદારોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ ઉપરાંત તેમણે ઐતિહાસિક રથયાત્રા મહોત્સવ પહેલા અમદાવાદના જગન્નાથ મંદિરે દર્શન કરીને નાગરિકોની સુખાકારી માટે પ્રાથના કરવા પહોંચ્યા હતા. ત્યાં તેમની સાથે કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હતા.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની કમાન સંભાળતા જ શક્તિસિંહ સહિતના પ્રદેશ કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડુ પણ આવી ગયું છે. તેઓ આગામી 22મીએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT