જમીન સંપાદનને લઈ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ વિફર્યા, રેલી યોજી કર્યા સૂત્રોચ્ચાર
કૌશિક જોશી, વલસાડ: તાપી જિલ્લામાંથી પસાર થનાર નેશનલ હાઇવે નંબર 56માં જમીન સંપાદનને પગલે ફરી એકવાર ધારાસભ્ય અનંત પટેલ વિફર્યા છે. વલસાડના ધરમપુરમાં રેલી યોજી…
ADVERTISEMENT
કૌશિક જોશી, વલસાડ: તાપી જિલ્લામાંથી પસાર થનાર નેશનલ હાઇવે નંબર 56માં જમીન સંપાદનને પગલે ફરી એકવાર ધારાસભ્ય અનંત પટેલ વિફર્યા છે. વલસાડના ધરમપુરમાં રેલી યોજી હતી. સેંકડો લોકો તેમની સાથે આ રેલીમાં જોડાયા હતા. આ દરમિયાન અનંત પટેલે કહ્યું હતું કે, અમે જીવ આપી દઈશું પણ જમીન આપવાના નથી.
છેલ્લા થોડા સમયથી નેશનલ હાઇવે નંબર 56 માં જમીન સંપાદનને પગલે આદિવાસીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ હાઇવે રોડ પણ તાપી જિલ્લાના ડોલવણ અને વ્યારા તાલુકાના 28 જેટલા ગામોમાંથી આશરે 51 કિલોમીટર જેટલો પસાર થનાર હોય જેના પગલે સેંકડો ખેડૂતોની જમીન આ હાઇવે રોડમાં સંપાદિત થનાર છે. જેમાં તાપી સહિત અન્ય જિલ્લાઓના ઘણા આદિવાસી અસરગ્રસ્ત થનાર હોવાને લઈને તેમને નુકશાન જવાની દહેશતના પગલે આજે કૉંગ્રેસના વાંસદા બેઠકના ધારાસભ્ય અનંત પટેલ વિરોધ નોંધાવી રહ્યાં છે. સેંકડો ખેડૂતોની જમીન બચાાવવા માટે આ આંદોલન કરવામાં આવી રહ્યું છે. અને અનંત પટેલ ધારદાર વિરોધ કરી રહ્યાં છે.
જીવ આપીશું પણ જમીન નહીં
વલસાડ જિલ્લાના ધરમપુરમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ એકત્ર થયો હતો અને જમીન સંપાદનને લઈને થતી લોકસુનાવણીનો વિરોધ કર્યો હતો. નેશનલ હાઈવે 56માં ખેડૂતોની જતી જમીનને લઈને ધરમપુરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.. અને મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતોની સાથે આદિવાસીઓ ધરમપુર પ્રાંત અધીકારી કચેરીએ ભેગા થયા હતા. આ રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત સ્થાનિક આદિવાસી સામાજના આગેવાનો પણ હાજર રહ્યાં હતા. તો નેશનલ હાઈવે 56નના જમીન સંપાદનને લઈને આદિવાસીઓ ફરી એકવાર આંદોલનના માર્ગે જોવા મળી રહ્યાં છે. અને સૂત્રોચ્ચાર કરી રહ્યાં છે કે, જંગલ, જમીન પર અમારો હક છે. જીવ આપીશું પણ જમીન નહીં આપીએ. સમગ્ર આદિવાસી સમાજ એક્તા સાથે અત્યારે તો આ એક જ નારો લગાવી રહ્યો છે..
ADVERTISEMENT
અનંત પટેલ અનેકવાર જમીનસંપાદનને લઈને વિરોધ કરી ચૂક્યા છે
અગાઉ પણ ધારાસભ્ય અનંત પટેલ અનેકવાર જમીનસંપાદનને લઈને વિરોધ નોંધાવી ચૂક્યા છે.. આ પહેલા પણ તાપીના વ્યારામાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા વ્યારા સેવા સદન બહાર આદિવાસી આગેવાનો સાથે વિરોધ વ્યક્ત કરવા ભેગા થયા હતા. અહીં ધારાસભ્ય ચૈતર વસાવા કહ્યું હતું કે, આદિવાસીઓની એક્તા હોવી ખુબ જરુરી છે.
ADVERTISEMENT