સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં અંધારપટ, પુરવઠ્ઠો પુન:સ્થાપિત કરવાની કામગીરી શરૂ
અમદાવાદ : બિપોરજોય વાવાઝોડાની ઘાત ગુજરાત પરથી પસાર થઇ ચુકી છે. જો કે સાપ ગયો અને લિસોટા છોડતો ગયો તે પ્રકારે બિપોરજોય વાવાઝોડું ગયા બાદ…
ADVERTISEMENT
અમદાવાદ : બિપોરજોય વાવાઝોડાની ઘાત ગુજરાત પરથી પસાર થઇ ચુકી છે. જો કે સાપ ગયો અને લિસોટા છોડતો ગયો તે પ્રકારે બિપોરજોય વાવાઝોડું ગયા બાદ હવે તેની તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટા ભાગના અંધારપટ્ટ છવાઇ ચુક્યો છે. જામનગર, દ્વારકા, કચ્છ, પોરબંદર, ભાવનગર, સહિત દરિયાઇ પટ્ટીના મોટા ભાગના જિલ્લાઓમાં અંધારપટ જેવી સ્થિતિ છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવનના કારણે વીજ પોલ ધરાશાયી થયા છે. તો ક્યાંય સુરક્ષાના કારણોથી વિજ પુરવઠ્ઠો પહેલાથી જ કાપી નાખવામાં આવ્યો હતો.
વાવાઝોડાની જ્યાં સૌથી વધારે અસર થઇ તેવા જિલ્લાઓ પૈકીના એક જિલ્લા જામનગરમાં 400થી વધારે ફીડર બંધ થઇ ચુક્યા છે. બિપોરજોય વાવાઝોડાને કારણે ફૂંકાયેલા ભારે પવન સાથે વરસાદના કારણે 400થી વધુ ફીડર બંધ થઇ ચુક્યા છે. જો કે રાહત કામગીરી શરૂ કરી દેવાઇ છે. ધરાશાયી થયેલા વૃક્ષોને કાપીને રસ્તા ખુલ્લા કરવામાં આવી રહ્યા છે. વિજ પુરવઠ્ઠો પુર્વવત કરવા માટેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. જામનગરના 246 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાતા અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા છે.
કચ્છના નલિયા સહિતના વિસ્તારોમાં અંધારપટ્ટ છવાયો હતો. બિપોરજોય વાવાઝોડાના પગલે કચ્છમાં પુરજોશમાં પવનનો મારો થઇ રહ્યો છે. ભારે પવનના કારણે અનેક વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. વરસાદ અને વીજળીના ચમકારા સાથે ચક્રવાતનું નુકસાન જેમ જેમ દિવસ ઉગતો જાય છે તેમ તેમ વિકરાળ બનતો જઇ રહ્યો છે.
ADVERTISEMENT
પોરબંદરમાં બિપરજોય વાવાઝોડાની ભારે અસર વર્તાઈ રહી છે. ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડતા શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજપુરવઠ્ઠો ખોરવાઇ ચુક્યો છે. મોટા ભાગના વિસ્તારોમાં અંધારપટ્ટ છવાયેલો છે.
મોરબીના નવલખીના કાંઠા વિસ્તારમાં વાવાઝોડાના પગલે કોસ્ટલ વિસ્તારની અંદર આવતા 45 ગામમાં અંધારપટ છવાઈ ચુક્યો છે. નવલખીના કાંઠા વિસ્તારના 100 સહિત 300 વીજપોલ ધરાશાયી થવાના કારણે સમગ્ર પુરવઠ્ઠા પર ગંભીર અસર પડી છે. PGVCL દ્વારા યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. 45માંથી 9 જેટલા ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરી પણ દેવાયો છે.
ADVERTISEMENT
દ્વારકામાં 700 જેટલા વિજપોલ ધરાશાયી થઇ ચુક્યા છે. જેના કારણે સમગ્ર જિલ્લાનો વિજ પુરવઠ્ઠો ઠપ્પ પડ્યો છે. આ ઉપરાંત અસંખ્ય વૃક્ષો પણ જમીનદોસ્ત થયા છે. આ ઉપરાંત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સામાન્ય આંકડા છે જે સ્પષ્ટ રીતે સામે આવ્યા છે. આ ઉપરાંત મોટા ભાગના તોફાનગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિને ગંભીરતાને જોતા પહેલાથી જ વિજપુરવઠ્ઠો કાપી નાખવામાં આવ્યો હતો. જેથી કોઇ સ્થિતિમાં વિજળીના તારના કારણે કોઇ સમસ્યા ન સર્જાય.
ADVERTISEMENT
ADVERTISEMENT