ગુજરાતમાં ફરી વધશે ઠંડીનું જોર, આ તારીખે સર્જાશે વરસાદી માહોલઃ જાણો Paresh Goswami એ શું કરી આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઝાપટાંની સંભાવના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી આગાહી રાજ્યમાં ફરી વધશે ઠંડીનું જોરઃ પરેશ ગોસ્વામી Gujarat Weather News: અમદાવાદ શહેર સહિત રાજ્યમાં…
ADVERTISEMENT
- રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઝાપટાંની સંભાવના
- હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી આગાહી
- રાજ્યમાં ફરી વધશે ઠંડીનું જોરઃ પરેશ ગોસ્વામી
Gujarat Weather News: અમદાવાદ શહેર સહિત રાજ્યમાં ઉત્તર-ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ છે. આ વાદળછાયા વાતાવરણના પગલે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે તેમ હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું છે.
રાજસ્થાનના કેટલા ભાગોમાં પણ વરસાદની શક્યતા
હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્ધ તરફથી ભેજ આવતો હોઈ સવારે વાતાવરણ ધૂંધળું દેખાઈ રહ્યું છે. આગામી 5 ફેબ્રુઆરી સુધી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાનું છે, જેના પગલે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે. રાજસ્થાનના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.
ગુજરાતમાં માવઠાની સંભાવનાઃ પરેશ ગોસ્વામી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ રાજ્યમાં ઠંડી, માવઠા અને ઝાકળવર્ષાની આગાહી કરી છે. તેઓએ જણાવ્યું કે, આજથી પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વ થવાની સંભાવના છે. જેના કારણે છૂટાછવાયા ઝાપટાં થવાની સંભાવના છે. સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીના માહોલ વચ્ચે હવે માવઠાની સંભાવનાઓ જોવાઈ રહી છે.
ADVERTISEMENT
આ વિસ્તારોમાં પડી શકે છે ઝાપટાં
પરેશ ગોસ્વામીએ સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ તથા કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સામાન્ય ઝાપટાં 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, મોટા માવઠા થવાની સંભાવનાઓ નથી. તો 5 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી વચ્ચે ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે. જેમાં લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે.
ઠંડીનું જોર પણ ફરથી વધશેઃ પરેશ ગોસ્વામી
તેમના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીએ પહોંચી જશે. જેથી રાતે અને સવારે ઠંડીનો અહેસાસ થશે. 19થી 22 ફેબ્રુઆરીને મજબૂત સિસ્ટમ આવશે અને આ વખતે ગરમી સાથે ઠંડી એમ બેવડી ઋતુનો અહેસાસ થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT