આનંદો.. ગુજરાતમાં સૌપ્રથમ જુનાગઢ ખાતે કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની ઓફિસ કાર્યરત થશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જનતાને રાહત મળવા લાગી છે. અનેક સુવિધા અને કામોના સરકાર લોકાર્પણ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત આવે ત્યારે જાણે જનતા માટે દિવાળીનો માહોલ સર્જાવા લાગ્યો છે. સરકાર વિવિધ કામોના લોકાર્પણ અને નવી સુવિધાઓ આપીને મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યના કૃષિમંત્રી રઘવજી પટેલે જાહેરાત કરી છે કે ભારત સરકાર દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ જુનાગઢ ખાતે કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની કચેરી કાર્યરત કરવામાં આવશે.

ચુંટણી નજીક આવી રહિ છે તેમ તેમ સરકાર ધડાધડ નિર્ણયો લેવા લાગી છે. કેન્દ્ર સરકાર પણ હવે ગુજરાત પર મહેરબાન થઈ ચૂકી છે. કેન્દ્ર સરકારે વધુ એક ગુજરાતના ખેડૂતોને લઈને નિર્ણય કર્યો છે. ભારત સરકાર દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ જુનાગઢ ખાતે “કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની” કચેરી કાર્યરત કરવાનો નિર્ણય કરાયો છે. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરના હસ્તે આગામી તારીખ 2 સપ્ટેમ્બરના રોજ જૂનાગઢ ખાતે કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ ઓફિસનું ઉદઘાટન કરવામાં આવશે.

ખેડૂતની આવક વધશે
આ અંગે રાજ્યના કૃષિ મંત્રી રાધવજી પટેલે કહ્યું કે, આ બોર્ડ કાર્યરત થવાથી માંગરોળ, ચોરવાડ, માળીયા, ગીરસોમનાથ અને પોરબંદર સહિતના દરિયાઈ વિસ્તારમાં નાળિયેરનું પાકનું ઉત્પાદન વધશે. આ ઉપરાંત બોર્ડ દ્વારા નાળિયેરીના રોપા તૈયાર કરવા નર્સરી બનાવવી, વાવેતર કરતા ખેડૂતોને સહાય આપવા સહિતની યોજનાનો લાભ ખેડૂતોને મળશે જેના પરિણામે ખેડૂતોની આવક વધશે.

ADVERTISEMENT

25600 હેક્ટરમાં નાળિયેરનું વાવેતર
વિગતો આપતા કૃષિ મંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં સૌથી મોટો દરિયાકિનારો હોઈ ભારત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ જુનાગઢ ખાતે આ કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની કચેરી કાર્યરત કરવાનો નિર્ણય કરાયો છે.જેનો મુખ્ય હેતું દરિયાઈ વિસ્તારમાં વધુને વધુ નાળિયેરનું ઉત્પાદન થાય. નાળિયેરના પાકનું વાવેતર થાય અને નાળિયેરના પાક માટેની વિવિધ સરકારી યોજનાનો લાભ ખેડૂતોને મળી રહે. ગુજરાતમાં નાળિયેર પાકનો વાવેતર વિસ્તાર અંદાજે 25600 હેક્ટર જેટલો છે. જેમાંથી 2131 લાખ ટનનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં ગુણકારી એવા નાળિયેર પાકના વાવેતર કરતા ખેડૂતોને કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના બાગાયત ખાતા દ્વારા સહાય પણ આપવામાં આવે છે.

લોકોના જીવન સાથે નાળિયેર જોડાયેલ
નાળિયેરના પાક માટે દરિયાકાંઠાના ગરમ અને ભેજવાળા હવામાન તેમજ વધારે વરસાદવાળા વિસ્તારો અગત્યના છે. શાસ્ત્રોમાં પુરાણકાળથી નારિયેરના વૃક્ષોનો ઉલ્લેખ જોવા મળે છે. લોકજીવનમાં લગ્ન ગીતોથી માંડી કહેવતોમાં નાળિયેર જોડાયેલું છે. માણસના જન્મથી માંડી લગ્ન અને મરણ સુધી સાથે રહેલા નાળિયેરને “શ્રીફળ” એટલે લક્ષ્મીજીનું ફળ શુકનવંતુ મનાય છે. આ વૃક્ષના તમામે તમામ ભાગોનો એક યા બીજી રીતે ઉપયોગ થતો હોય તેને “કલ્પવૃક્ષ” અથવા “સ્વર્ગનું વૃક્ષ” પણ કહેવાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT