વાવાઝોડાના સંકટ વચ્ચે દ્વારકાના દરિયામાં ફસાયેલા 50 લોકો માટે દેવદૂત બન્યું કોસ્ટગાર્ડ, દિલધડક રેસ્ક્યુનો VIDEO

ADVERTISEMENT

gujarattak
social share
google news

દ્વારકા: ગુજરાત પર હાલમાં બિપોરજોય વાવાઝોડુંનું જોખમ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા માટે તંત્ર પૂરજોશમાં કામગીરી કરી રહ્યું છે. કોસ્ટગાર્ડ દ્વારા પણ દરિયામાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી થઈ રહી છે. ત્યારે દ્વારકાના દરિયામાંથી આજે 50 જેટલા કર્મચારીઓને કોસ્ટગાર્ડ દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

સિંગાપોરની કંપનીના કર્મચારીઓ દરિયામાં ફસાયા
કોર્ટગાર્ડને ગઈકાલે સાંજે એલર્ટ મળ્યું હતું કે, ખરાબ હવામાનના કારણે ઓઈલ ડ્રિલિંગ શિપ ‘કી સિંગાપોર’માંથી 50 કર્મચારીઓ એક શિપ પર ફસાયેલા છે. એલર્ટ બાદ કોસ્ટગાર્ડની ટીમ મદદે પહોંચી ગઈ હતી. જેમાં ગઈકાલે મોડી રાત સુધીમાં 26 અને આજે વધુ 24 એમ કુલ મળીને 50 જેટલા ક્રૂ મેમ્બરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું અને હેલિકોપ્ટર દ્વારા તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

કાલથી સવાર સુધી ચાલ્યું રેસ્ક્યુ ઓપરેશન
કોસ્ટગાર્ડની ટીમે જીમના જોખમે વહેલી સવાર સુધી ચાલેલા આ રેસ્ક્યુ ઓપરેશનમાં કર્મચારીઓને બચાવ્યા હતા. નોંધનીય છે કે, બિપોરજોય વાવાઝોડુ હવે ગુજરાતના દ્વારકાથી 280 કિલોમીટર જેટલું જ દૂર છે. 15મી જૂને વાવાઝોડું કચ્છમાં ત્રાટકવાનું છે. આ દરમિયાન 130થી વધુ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દ્વારકામાં આજે 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ADVERTISEMENT

દ્વારકાના દરિયાકાંઠેથી 3000 લોકોનું રેસ્ક્યુ
જિલ્લામાં ગઈ કાલે રાતથી N.D.R.F.ની ટીમને ખડે પગે રાખવામાં આવી છે. દ્વારકાના વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે સમુદ્રની આજુબાજુ રહેવું અથવા જવું નહીં અને અને શક્ય હોય તો ઘરની બહાર પણ નીકળવું નહીં. વાવાઝોડાની અસર બાદ દ્વારકાથી ઉપડતી મોટા ભાગની ટ્રેનોને રદ કરવામાં આવી છે અને દ્વારકાના સમુદ્ર કિનારેના નીચાણ વાળા વિસ્તારના અંદાજે 3000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT