CM ભુપેન્દ્ર પટેલ સવારથી રાત સુધી જન્માષ્ટમી ઉત્સવમાં વ્યસ્ત, મટકી ફોડ કાર્યક્રમમાં પણ સામેલ થશે
ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર જન્માષ્ટમી નિમિત્તે ઉજવણી ચાલી રહી છે. તેવામાં શામળાજીથી લઈ ડાકોર સુધી કૃષ્ણ ભગવાનના ભક્તોનું ઘોડાપુર પ્રભુના દર્શનાર્થે ઉમટી પડ્યું હતું.…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર જન્માષ્ટમી નિમિત્તે ઉજવણી ચાલી રહી છે. તેવામાં શામળાજીથી લઈ ડાકોર સુધી કૃષ્ણ ભગવાનના ભક્તોનું ઘોડાપુર પ્રભુના દર્શનાર્થે ઉમટી પડ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સવારથી લઈ રાત સુધી જન્માષ્ટમી મુદ્દે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ દરમિયાન ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસથી લઈ સોમનાથ મંદિર તથા મટકી ફોડ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભાગ લેશે.
CM ભુપેન્દ્ર પટેલનું જન્માષ્ટમી મુદ્દે વ્યસ્ત માળખું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે 8.45 વાગ્યે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા આયોજિત હર્બલ અને મેડિસિન ગાર્ડનનું લોકાર્પણ કર્યું હતું. ત્યારપછી બપોરે 12.15 વાગ્યે તેઓ સોમનાથ મંદિર જવા માટે નીકળ્યા હતા.
મુખ્યમંત્રી દ્વારકા મંદિરે દર્શન કરવા પહોંચશે
જન્માષ્ટમીના દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આજે શ્રી કૃષ્ણ ભગવાનના શરણે જશે. સાંજે 4 વાગ્યાની આસપાસ તેઓ સૌ પ્રથમ સિગ્નેચર બ્રીજની મુલાકાત લેશે ત્યારપછી પાંચ વાગ્યાની આસપાસ દ્વારકા મંદિરના દર્શનાર્થે જશે. અહીં પ્રભુના શણગાર અને આશીર્વાદ લીધા પછી તેઓ ભાવનગરની મુલાકાતે જશે.
ADVERTISEMENT
મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લેશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ત્યારપછી સાંજે 7 વાગ્યે ભાવનગરના બોર તળાવ ખાતે પહોંચશે. જ્યાં તેઓ મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લેશે અને ત્યારપછીથી તેઓ રાત્રે 8 વાગ્યાની આસપાસ જન્માષ્ટમી નિમિત્તે જવાહર મેદાનમાં આયોજિત મેળાનું ઉદઘાટન કરશે.
ADVERTISEMENT