CMના પ્રવેશોત્સવ પહેલા MLA ચૈતર વસાવાએ ખોલી નાખી શિક્ષણની પોલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ માટે જાવલી આવી રહ્યા છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં શિક્ષકોની ઘટ પુરી કરવા તથા જર્જરીત શાળાઓના નવા મકાનો બનાવવા માગ કરી માંગ કરી છે. આ સાથે જ તેમણે ફરી એક વખત ગુજરાતમાં શિક્ષણની પોલ ખોલી નાખી હતી.

સાબરકાંઠાઃ પાર્ક કરેલી કારમાંથી નીકળ્યા 2 સાપ- Video

શિક્ષકોની પણ છે ખોટ
નર્મદાના સાગબારા તાલુકાના જાવલી ગામે આવતી કાલે રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ આવી રહ્યા છે. ત્યારે ચૈતર વસાવાએ લેખિતમાં સરકાર સમક્ષ માગ કરી કે જણાવ્યું હતું. આઝાદીના 75 વર્ષ વિતી ગયા અને સરકાર જયારે “આઝાદી કા અમૃત મહોત્સવ મનાવી રહી ત્યારે નર્મદા જિલ્લાના દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે પૂરતા શિક્ષકો અને જર્જરિત શાળાઓના ખુબજ ગંભીર પ્રશ્નો છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલનાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2003માં અહીંથી જ ” બેટી બચાવો બેટી પઢાઓ” ના અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાતની ચાલુ ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા પણ “ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત ” અભિયાન હાલમાં ચાલે છે. આ બાબત ને લઇ અગાઉ 17 માર્ચે ના રોજ ડો. કુબેર ડિંડોર આદિજાતિ વિકાસ વિભાગ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ડો.વિનોદ રાવ, સચિવ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને રૂબરૂ મળી પત્ર દ્વારા રજૂઆત કરેલી હતી પરંતુ એમના પત્રવ્યવહાર સિવાય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જે ખુબજ ગંભીર બાબત છે. ભૂતકાળમાં અનેકવાર રજૂઆતો કરવા છતા, કહેતા દુ:ખ થાય છે કે અંબાજી ઉમરગામ આદિવાસી વિસ્તારની જેમ મારા મત વિસ્તારમાં 27 જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. એક જ શિક્ષક તમામ ધોરણના બાળકોના શિક્ષણ કાર્યની સાથે-સાથે બીજી ઈતરપ્રવૃતિઓ પણ કરવાની હોય છે. 54 જેટલી શાળાઓ જર્જરિત હાલતમાં છે. 3 જેટલી શાળાઓ પાળી પધ્ધતિથી ચાલે છે. જેથી અહીં અભ્યાસ કરતા બાળકોને ભયનાં ઓથાળમાં અભ્યાસ કરવો પડે છે. ભૂતકાળમાં પણ સરકારને ઘણી રજૂઆતો કરવામાં આવી છે. છતાં આ બાબતે ધ્યાન આપવામાં નથી આવ્યું. ત્યારે તમામ આદિવાસી વિસ્તાર ની સાથે મારા વિસ્તાર માં પણ મહેકમ પ્રમાણે પૂરતા શિક્ષકો અને જર્જરિત શાળાઓ દુર કરી નવી શાળાઓ બનાવવા આવે એવી માંગ કરી હતી

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT