રાજકોટમાં ધોરણ 12નો વિદ્યાર્થી ચાલુ ક્લાસે ઢળી પડ્યો, હાર્ટ-એટેકથી મોતની આશંકા

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ અટેકથી મૃત્યુના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ક્રિકેટ રમતા, વાહન ચલાવતા કે અન્ય રીતે એક બાદ એક મોતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. યુવાનો બાદ હવે શાળામાં અભ્યાસ કરતાં બાળકોને પણ હાર્ટ એટેક આવવાની ઘટનામાં સતત વધારો થતો જોવ મળી રહ્યો છે. ત્યારે આ દરમિયાન આજે એક સાથે બે લોકોના એક હાર્ટ એટેકથી મોત થયા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના લાલ બહાદુ શાસ્ત્રી સ્કૂલમાં ક્લાસમાં વિદ્યાર્થીને ચક્કર આવતા ઢળી પડ્યો હતો.હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે મૃત જાહેર કર્યો છે. જૂનાગઢ મહાનગરનાં ઉપાધ્યક્ષ ભરતભાઈ કારેણાનાં નાનાં ભાઇ વિજયભાઈ કારેણાનુ આજરોજ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે હાર્ટએટેકથી મૃત્યુ થયું છે.

દેશભરમાં હાર્ટ એટેકથી મૃત્યુના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે જૂનાગઢ અને રાજકોટમાં હાર્ટએટેકથી મોતની ઘટના સામે આવી છે. રાજકોટમાં ધોરણ 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને ચક્કર આવતા મૃત્યુ થયું છે. વિદ્યાર્થીનું મોત હાર્ટ-એટેકથી થયાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીનું નામ મુદિત અક્ષયભાઈ નડિયાપરા છે. પુત્રના મોતથી પિતા હોસ્પિટલમાં ભાંગી પડ્યા હતા. જ્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં ઉપાધ્યક્ષ ભરતભાઈ કારેણાનાં નાનાં ભાઇ વિજયભાઈ કારેણાનુ આજરોજ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે હાર્ટએટેક આવી જતાં અવસાન થયેલ છે. ત્યારે સૌરાષ્ટ્રના એક સાથે બે લોકોના હાર્ટએટેકથી મોત થયા છે.

તંત્ર ભારે ચિંતામાં મુકાયું
રાજકોટમાં ધોરણ 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને ચાલુ ક્લાસ દરમિયાન ચક્કર આવતા બેહોશ થઈ પડી ગયો હતો. આથી અમે તાત્કાલિક 108ને બોલાવી હતી. ફરજ પરના ઇએમટીએ સ્થળ પર જ CPR અને સારવાર આપી હતી. પરંતુ બેભાન હોવાથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે પોસ્ટ માર્ટમ બાદ જ બાળકના મોતનું સાચું કારણ જાણી શકાશે. ત્યારે બીજી તરફ હાર્ટએટેકની ઘટનામાં સતત વધારો થતાં તંત્ર પણ ભારે ચિંતામાં મુકાયું છે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ, ભાર્ગવી જોશી, જૂનાગઢ)

    follow whatsapp

    ADVERTISEMENT