રાજકોટમાં સિટી બસ સેવા આવી વિવાદમાં, જાણો કેમ એક સાથે 14 કન્ડક્ટર થયા સસ્પેન્ડ
અમદાવાદ: રાજકોટ શહેરમાં ફરતી સિટી બસમાં મહાનગરપાલિકા દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફરજમાં ગેરરિતી આચરનાર 14 કન્ડક્ટરને એકસાથે સસ્પેન્ડ કરવામાં આવતા હડકંપ મચી…
ADVERTISEMENT
અમદાવાદ: રાજકોટ શહેરમાં ફરતી સિટી બસમાં મહાનગરપાલિકા દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફરજમાં ગેરરિતી આચરનાર 14 કન્ડક્ટરને એકસાથે સસ્પેન્ડ કરવામાં આવતા હડકંપ મચી ગયો છે.જ્યારે એક સપ્તાહમાં ચેકિંગ દરમિયાન કુલ 21 ખુદાબક્ષો ટિકિટ વગર ઝડપાયા છે.
રાજકોટ શહેરના લોકોને પ્બલિક ટ્રાંસપોર્ટની સુવિધા નજીવા દરે મળી રહે એટલા માટે બીઆરટીએસ અને સિટી બસની સેવા પૂરી પાડવામાં આવે છે. પરંતુ સેવા આપવાના કામમાં અનિયમિતતા અને ગેરરિતી સામે આવતા મનપા દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ગેરરિતી આચરનાર કુલ 14 કન્ડક્ટરને સસ્પેંડ કરવામાં આવ્યા છે. સાથે જ એક સપ્તાહમાં ચેકિંગ દરમિયાન કુલ 21 મુસાફરો એવા ઝડપાયા જેમને ટિકિટ જ નહોતી લીધી. તો જે ખુદાબક્ષો ટિકિટ વગર ઝડપાયા છે તેમની પાસેથી પણ 2310 રુપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
ટ્રાવેલ્સને ફટકારાયો દંડ
આ સાથે સિટી બસ સેવા ઓપરેટ કરનાર મારુતિ ટ્રાવેલ્સને પણ કામમાં ક્ષતિ આચરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. મારુતિ ટ્રાવેલ્સને મહાનગરપાલિકાએ કુલ 2, 79,125 રુપિયાનો દંડ ફટકાર્યો છે. આ સાથે ફેર કલેક્શન કરતી કંપની એટલે કે મુસાફરો પાસેથી ભાડુ વસૂલ કરતી કંપની અલ્ટ્રામોડેનને પણ કામમાં ક્ષતિ બદલ દંડવામાં આવી છે. અલ્ટ્રામોડેનને કુલ 25,400 રુપિયાની તથા બી.આર.ટીએસ બસ સેવામાં એક્સ મેન તથા સિક્યોરિટી પૂરી પાડતી રાજ એજન્સીને પણ કામમાં ક્ષતિના કારણે પેનલ્ટી ફટકારવામાં આવી છે. રાજ સિક્યોરિટી સર્વિસ એજન્સીને કુલ 500 રુપિયાની પેનલ્ટી ફટકારાઈ છે.
ADVERTISEMENT
અલ્ટ્રામોડેન એજન્સી આવી ચૂકી છે વિવાદમાં
આ સાથે આપને જણાવી દઈએ કે, આ આગઉ પણ અનેક વાર આ એજન્સીઓ વિવાદમાં અને કામમાં ગેરિરતી આચરવાના મુદ્દે ચર્ચામાં આવી ચૂકી છે. અલ્ટ્રામોડેન એજન્સીને 6 મહિના પહેલા જ 21 હજારથી વધારે રુપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી હતી. તો મારુતિ ટ્રાવેલ્સ અને રાજ સિક્યોરિટીને પણ ત્યારે દંડ કરવામાં આવ્યો હતો. સવાલ એ છે કે જો મહાનગરપાલિકાને ખબર છે તો પછી શા માટે કામમાં ગેરરિતી આચરનાર એજન્સીઓને વારે વારે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે.
ADVERTISEMENT