પાલનપુર બ્રિજ દુર્ઘટનાના પડઘા ગાંધીનગર પહોંચ્યા, CM એ અધિકારીઓને દોડાવ્યા
પાલનપુર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર નેશનલ હાઇવે નંબર 58 પર રેલવે ઓવરબ્રિજના એપ્રોચનો બ્રિજ તુટી પડવાની ઘટનાની ગંભીર નોંધ લીધી છે. તેઓએ આ દુર્ઘટનાના…
ADVERTISEMENT
પાલનપુર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર નેશનલ હાઇવે નંબર 58 પર રેલવે ઓવરબ્રિજના એપ્રોચનો બ્રિજ તુટી પડવાની ઘટનાની ગંભીર નોંધ લીધી છે. તેઓએ આ દુર્ઘટનાના પ્રાથમિક કારણ જાણવા માટે રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગના ક્વોલિટી કંટ્રોલ અધિક્ષક ઇજનેર, ડિઝાઇન સર્કલનાં અધિક્ષક ઇજનેર અને GERI ના અધિક્ષક ઇજનેરને તત્કાલ પાલનપુર પહોંચવા માટે તાબડતોબ આદેશ આપ્યો છે.
ઘટનાના ભાગરૂપે અધિક્ષક ઇજનેરો ઉપરાંત અનેક ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે જવા માટે રવાના થયા છે. ઓવરબ્રિજના ગર્ડર ટોપલ થવાની ગંભીર ઘટના અંગે જવાબદારો સામે કડક કાર્યવાહી માટેનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત ઝડપથી તપાસ કરીને રિપોર્ટ સોંપવા માટેના આદેશ પણ આપવામાં આવ્યા છે.
બનાસકાંઠા પાલનપુર બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધી 2 નિર્દોષો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે. આ મામલે ધારાસભ્ય અનિકેત ઠાકરનું પણ નિવેદન સામે આવ્યું છે. આ ખુબ જ દુ:ખદ ઘટના બની છે. વધારે કામગીરી અંગે તપાસ કરાશે. દોષિતો સામે કડક કાર્યવાહીના ડંડા પણ ધારાસભ્યએ પછાડ્યા હતા. આ ઉપરાંત કામગીરી ખુબ જ નબળી હોવાનું પણ તેમણે સ્વિકાર્યું હતું.
ADVERTISEMENT
બીજી તરફ ઘટના બાદ વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ ભાજપની સરકાર પર ચાબખા વિંઝાયા હતા. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે, બ્રિજ મજબુત ક્યાંથી મળે જ્યારે સરકારને પૈસા પહોંચાડવાના હોય. ત્યારે લોકોના જીવના જોખમે કોન્ટ્રાક્ટર ખુબ જ નબળી કામગીરી કરે છે. આ બ્રિજ નહી પરંતુ ભાજપની ભ્રષ્ટાચારી સરકારનું જીવંત ઉદાહરણ છે જે તુટી પડ્યું છે.
સરકાર પોતાના મળતીયાઓને ફાયદો કરાવવા માટે લોકોના જીવ હોડમાં મુકે છે. સરકાર નિર્માણાધીન બ્રિજ અનેક તુટી રહ્યા છે પરંતુ કોઇ પગલા નથી ઉઠાવતી. સરકાર સતત કોન્ટ્રાક્ટરોને છાવરતી રહે છે. દેખાવ માટે કોઇ એજન્સીને બ્લોક કરે છે અને બીજા નામે એજન્સી બનાવે તેને તમામ કોન્ટ્રાક્ટ મળી જાય છે.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં નિર્માણાધીન બ્રિજના સ્લેબ ધરાશાયી થયો છે. પાલનપુરના RTO સર્કલ પાસે નિર્માણાધિન બ્રિજના 5 જેટલા સ્લેબનો હિસ્સો તુટી પડ્યો હતો. સ્થાનિકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા. સ્લેબ નીચે રિક્ષા અને ટ્રેક્ટર દબાતા 2 લોકોના મોત નિપજ્યાં હતા. આ ઉપરાંત આ બ્રિજમાં પહેલાથી જ ખુબ જ ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાનું લોકમુખે ચર્ચા ચાલી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT