Gujarat Rain: ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, છોટા ઉદેપુરની તાપણ નદી બે કાંઠે વહેતી થઈ

ADVERTISEMENT

Gujarat Rainfall
Gujarat Rainfall
social share
google news

Gujarat Rain News: ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહીના પગલે મેઘરાજાના વધામણા થયા છે. છોટા ઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો. જેના પગલે ક્વાન્ટ તાલુકાના રેણદી ગામમાં પસાર થતી તાપણ નદીમાં પૂર આવી ગયું હતું. નદી બે કાંઠે વહેતી થતા લોકોમાં કુતુહલ પેદા થઈ ગયું હતું. 

છોટા ઉદેપુરમાં નદી બે કાંઠે થઈ

હવામાન વિભાગે છોટા ઉદેપુર જિલ્લામાં 7થી 11 જૂન સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેને પગલે શનિવારે વહેલી સવારથી જ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. સવારથી જિલ્લાના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદના પગલે તાપણ નદીમાં પાણીના નવા નીર આવ્યા હતા અને નદી બંને કાંઠે વહેતી થઈ હતી. ચોમાસા પહેલા જ ખેડૂતો નવી સીઝનની તૈયારી કરી રહ્યા છે એવામાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. વરસાદના પગલે કૂવાના તળ ઊંચા આવવાથી લોકોને પાણીની સમસ્યાથી પણ રાહત મળશે.

સુરતના ઓલપાડમાં પણ વરસાદની એન્ટ્રી

તો છોટા ઉદેપુરની સાથે સાથે સુરત જિલ્લાના ઓલપાડમાં પણ મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો જેથી બજારો પાણી-પાણી થઈ ગયા હતા. ઓલપાડના કીમ, કુડસડ, કઠોદરા, મૂળદ સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ બોડેલીમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો અને વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર રીતે વરસાદ વરસ્યો હતો.  

ADVERTISEMENT

હવામાન વિભાગની વરસાદની આગાહી

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, ગુજરાતમાં હવે સાઈક્લોનિક સર્કુલેશન સક્રિય થઈ ગયું છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી જોવા મળશે. આ સાથે જ કેટલાક ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે. 

7 દિવસ અલગ-અલગ વિસ્તારોમાં પડશે વરસાદ

તેમણે જણાવ્યું કે,  ગુજરાતમાં 15 જૂનથી સત્તાવાર રીતે વરસાદ શરૂ થશે, આગામી 7 દિવસ સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ પડશે. જે મુજબ 7 જૂનના રોજ એટલે કે આજે ગુજરાતના રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદ થવાની સંભાવના છે. તો 8 જૂને અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, નર્મદા, તાપી, ડાંગ, દાહોદ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે.

ADVERTISEMENT

(ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા, છોટા ઉદેપુર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT