અમદાવાદમાં બાળકીને 10મા માળેથી ફેંકવા મામલે મોટો ખુલાસોઃ વિદેશમાં યુવતીને પાંગર્યો હતો પ્રેમ-શરીર સંબંધ
અમદાવાદઃ અમદાવાદમાં હાલમાં જ એક કુંવરી માતાએ પોલીસ સમક્ષ સ્વીકાર કર્યો છે કે વિદેશમાં તેના પ્રેમી સાથે શરીર સંબંધ બંધાયા હતા અને તે પછી તેણીએ…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદમાં હાલમાં જ એક કુંવરી માતાએ પોલીસ સમક્ષ સ્વીકાર કર્યો છે કે વિદેશમાં તેના પ્રેમી સાથે શરીર સંબંધ બંધાયા હતા અને તે પછી તેણીએ બાળકીને જન્મ આપ્યો હતો. જોકે તેણે તે બાળકીને દસમા માળેથી પટકી દીધી હતી. તેણે એવું પણ કહ્યું કે પોતે કેટલીક દવાઓ પણ લેતી હતી.
બાળકી જન્મતા સમાજની બીક લાગી
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા એક દસમા માળેથી બાળકીને નીચે પટકી દેવાયાની ઘટના બની હતી. આ ઘટનનાને લઈને વિસ્તારમાં ભારે અરેરાટી મચી હતી. અહીં સુધી કે બાળકીને ગર્ભનાળ સાથે જ હત્યા કરી દેવાઈ હતી. એક અરપણીત યુવતીએ આ બાળકીને જન્મ આપ્યો હતો અને તેમાં ખુલાસો કર્યો હતો કે તેણે વિદેશમાં પોતાના પ્રેમી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા ત્યારે ગર્ભ રહી ગયો હતો. જોકે શરીર સંબંધો બાંધતા જ્યાં સમાજનો વિચાર ન્હોતો આવ્યો પરંતુ જ્યારે બાળકી જન્મી ત્યારે સમાજની લાજે બાળકીનું કરવું શું તે પ્રશ્નથી તે ચિંતિત બની હતી. તેણે બાળકીને દસમા માળેથી ફેંકી દેવાનું નક્કી કર્યું અને બાળકી કરપીણ મોતે મરી હતી.
સાકેત કોર્ટમાં ધોળા દિવસે મહિલા પર ફાયરિંગઃ વકીલે 4 ગોળી ધરબી, ફરાર થયો
ગર્ભ રહ્યા પછી આવી ગઈ હતી ભારત
તેણીએ બાળકીના જન્મના થોડા જ સમયમાં આ કૃત્ય કર્યું હતું. ઘણી ઉંચાઈએથી નીચે પટકાતા બાળકીનું મૃત્યુ થયું હતું. પોલીસે આ ઘટનામાં માતાને શોધી કાઢી હતી અને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ બધી બાબતો જ્યારે તેની પોલીસે પુછપરછ કરી ત્યારે તેણે પોલીસ સમક્ષ કહી હતી. જેમાં તેણે પોતાના પ્રેમી સાથે વિદેશમાં બે વખત શરીર સંબંધ બંધાયા ત્યારે ગર્ભ રહી ગયો હોવાની વાત કરી હતી. ગર્ભ રહી ગયા પછી તે ભારત આવી ગઈ હતી. પોતે બાળકીના જન્મથી સમાજના ડરે તેને મોતને ઘાટ ઉતારી હોવાનું કહ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT