‘ચૈતરની હેસીયત નથી…’: મનસુખ વસાવાએ ધારાસભ્ય માટે ના બોલવાનું બોલ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ નર્મદા જિલ્લા ભાજપ દ્વારા ડેડીયાપાડા ખાતે લાભાર્થી સંમેલન યોજાયું જેમાં બીજેપીના સાંસદ મનસુખ વસાવા એ આકરા પાણીએ જોવા મળ્યા હતા. જોકે અહીં આકરા પાણી કરતા તેઓએ પોતાનો વિવેક ગુમાવ્યો હતો તેવું કહીશું તો પણ અતિશ્યોક્તી કહેવાશે નહીં. તેઓએ સંબોધનમાં જણાવ્યું હતું કે, ભરૂચ દુધધારા ડેરી માં પણ બરોડા ડેરી જેવા ભાવ આપવા જોઈએ. ઘણા લોકો મારા વિરોધમાં પત્રો પણ લખે છે પણ ભાઈ હાથી પાછળ કૂતરા ભસ્યા કરે. આપના ધારાસભ્ય મુદ્દે જણાવ્યું હતું, કે ચૈતર વસાવાની કોઈ હેસિયત નથી કે જીતી શકે. આમ હાલના ધારાસભ્ય માટે મનસુખ વસાવાએ આવા શબ્દ પ્રયોગ પણ કર્યા હતા.

મારે ન્હોતું બોલવું પણ બોલવું પડ્યુંઃ મનસુખ વસાવવા
તેમણે એવું પણ કહ્યું કે, ડેડીયાપાડા બેઠક બીજેપીના ઉમેદવાર હારી ગયા તો મારા માથે અને નિલ રાવના માથે હારનો ટોપલો નાખે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારે નોહતું બોલવું પણ વર્ષોથી સહન કર્યું આજે બોલવું પડ્યું. જેનાથી લોકો પણ એક તબક્કે વિચારે પડી ગયા હતા કે મનસુખ વસાવાને અત્યાર સુધી બોલવાથી એવું તો કયું પરિબળ રોકી રહ્યું હોઈ શકે છે. કે પછી હાલ તકનો કોઈ લાભ દેખાઈ રહ્યો છે તે પણ લોકોમાં ચર્ચાો વિષય બન્યો હતો. તેણે એવું પણ કહ્યું કે મારા લોહીનું ટપકું પણ હિન્દુ… હિન્દુ… જ બોલે છે.

PSI એ યુવતીને રાત્રે 3 વાગ્યે મેસેજ કરી કહ્યું ઘરે એકલો છું આવી જા અને…

ઉદ્યોગપતિનું નાક દબાવું તો કોરોડો કમાઈ શકુંઃ મનસુખ વસાવા
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હું એક ઉદ્યોગપતિનું નાક દબાવુ તો કરોડો રૂપિયા કમાઈ શકું છું પણ આ મારું કામ નથી. હું સેટિંગ કરવા વાળો માણસ નથી. શિક્ષણ મુદ્દે કહ્યું હતું કે, સરકારના આંકડા બોલે છે કે નર્મદા અને છોટાઉદેપુ માં શિક્ષણનું પ્રમાણ ઓછું છે ત્યારે શિક્ષણમાં શિક્ષકોની ઘટ છે તો પુરી કરીશું. કેટલીક બાબતોમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ જોવા મળ્યા હતા અને તેઓ પર આક્ષેપ કરનારા પાર્ટીના કેટલાક નેતાઓને સણસણતો જવાબ સ્ટેજ પરથી આપ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT