રાજ્યમાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023ની ઉજવણી, મુખ્યમંત્રી રાજ્યના ખેડૂતો સાથે શું જમ્યા ?
દુર્ગેશ મહેતા, ગાંધીનગર: રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો સાથે પારંપરિક અંદાજમાં લાઈનમાં બેસીને ભોજનમાં ગ્રહણ કર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સરકારના મંત્રીઓ અને અધિકારીઓ…
ADVERTISEMENT
દુર્ગેશ મહેતા, ગાંધીનગર: રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો સાથે પારંપરિક અંદાજમાં લાઈનમાં બેસીને ભોજનમાં ગ્રહણ કર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સરકારના મંત્રીઓ અને અધિકારીઓ પણ જોડાયા હતા. ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023ની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ખેડૂતોના પરિવારો સાથે સંવાદ પણ કર્યો હતો..
રાજ્યમાં મિલેટ્સ એટલે કે જાડા ધાનના પાક પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 8 મહાનગરોમાં મિલેટ એક્સપોનું આયોજન કરવામાં આવશે. જેના કારણે શહેરી વિસ્તારોમાં મિલેટ્સના ઉપયોગને પ્રોત્સાહન મળશે તો મિલેટ્સ પકવતા ખેડૂતોને પણ પ્રોત્સાહન મળશે. અને એક કોમન પ્લેટફોર્મ ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે તૈયાર થશે.
મિલેટ મહોત્સવ 2023ની ઉજવણી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતની પારંપારિક ખેત પેદાશ-મિલેટ્સ(જાડા ધાન)ની ખેતી અને તેના આહારમાં ઉપયોગને પ્રોત્સાહન આપવા કરેલી હિમાયતની સફળતાને પગલે યુનાઇટેડ નેશન્સે વર્ષ-ર૦ર૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. ભારત સહિત દુનિયાભરના દેશોમાં મિલેટની ઉપયોગીતા અંગે જનજાગૃતિ આ ઉજવણીને પરિણામે આવશે. ગુજરાતમાં પણ મિલેટ્સનો ઉપયોગ વધારવા સમગ્ર વર્ષ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ અન્વયે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં મિલેટ મહોત્સવ ઉજવાયો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો: પંચાયત મંત્રી બચુ ખાબડ આવ્યા એક્શનમાં, રાજ્યના તમામ DDO સાથે ઘડ્યો આ પ્લાન
પ્રાકૃતિક અનાજનો થશે ઉપયોગ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આપણી પારંપારિક ખેતીની પેદાશો જાડાધાન-મિલેટ્સને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાની સફળતા યુનો દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણીથી મેળવી છે. તેમણે ઉમેર્યુ કે, હવે તો પશ્ચિમના દેશો પણ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બન્યા છે અને આવા પૌષ્ટિક મિલેટ્સ, પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજનો વધુને વધુ ઉપયોગ કરવા પ્રેરિત થયા છે. આ સંદર્ભમાં આપણા પરંપરાગત ધાન એવા બાજરી, જુવાર, રાગી, મકાઇ ને વિશ્વના દેશો પણ અપનાવે તેવી સંકલ્પના યુનાઇટેડ નેશન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણીથી સાકાર થશે.
ADVERTISEMENT
PM એ યુનાઈટેડ નેશન્સમાં મુક્યો હતો પ્રસ્તાવ
પારંપારિક ખેત પેદાશો-મિલેટ્સ (જાડા ધાન્ય પાકો)ને વિશ્વભરમાં પ્રોત્સાહન આપવાનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત સરકારે યુનાઇટેડ નેશન્સમાં વર્ષ 2023ને યર ઓફ મિલેટ્સ તરીકે ઉજવવા પ્રસ્તાવ રજુ કર્યો હતો. વિશ્વના 70થી વધુ દેશોનું વડાપ્રધાનના આ પ્રસ્તાવને સમર્થન મળતાં, યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ 2023ને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે.આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના પ્રસ્તાવ પછી, આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-2023ની ઉજવણીનો આ બીજો પ્રસ્તાવ છે.જેમાં વડાપ્રધાનનો સર્વે સન્તુ સુખીનઃ સર્વે સન્તુ નિરામયાનો ભાવ, વર્લ્ડ હેલ્થ અને વેલનેસની ખેવના સમાયેલા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: મહિસાગરમાં કિસાન કેન્દ્ર પર ખાતર ન મળતા સૂત્રોચ્ચાર, સરકારના દાવાઓ સામે ખેડૂતોમાં રોષ!
મિલેટ વર્ષ અંતર્ગત યોજાશે વિવિધ કાર્યક્રમો
આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણી માટે વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાત સહિત ભારતભરમાં મિલેટ્સની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમો થવાના છે. તે અંતર્ગત રાજ્યના ૮ મહાનગરોમાં મેગાસિટી મિલેટ એક્સ્પો યોજાશે જેથી શહેરી વિસ્તારોમાં મિલેટ્સના ઉપયોગને પ્રોત્સાહન મળશે અને મિલેટ્સ પકવતાં ખેડૂતો અને ગ્રાહકોને કોમન પ્લેટફોર્મ મળશે. ખેડૂતોને મિલેટ્સની ખેતી માટે તાલીમ આપવા જિલ્લા કક્ષાએ 24 વર્કશોપ અને તાલુકા સ્તરે 252 સેમિનાર યોજાશે તથા નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાનો સેમિનાર યોજાશે. ખેડૂતોને 5150 ક્વિન્ટલ જેટલી જુવાર, બાજરી અને રાગીના પ્રમાણીત બીજનું વિતરણ થશે. આ ઉપરાંત તાલુકા અને ગ્રામ્ય કક્ષાના 210 સ્થાનોએ ખેડૂતોને ક્રોપિંગ સિસ્ટમ બેઝ્ડ તાલીમ અપાશે.
મિલેટ્સ એટલે શું એ પણ જાણો
આપને એ પણ જણાવી દઈએ કે, મિલેટ્સ એટલે કે જાડા અનાજ-ધાન્યની ખેતી ભારતમાં સદીઓથી થાય છે. સિંધુ ખીણ સભ્યતા-ઇન્ડસ વેલીમાં મિલેટ્સની ખેતી અને તેના આહાર અંગેના પૂરાવા મળેલા છે. મિલેટ્સ એટલે કે બાજરી, જુવાર, જવ, રાગી, રાજગરો વગેરે જાડા ધાન અનેક પોષક તત્વોથી ભરપૂર છે અને શક્તિદાયક છે, પાચનમાં પણ મદદરૂપ છે. મિલેટ્સના નિયમિત ભોજનથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્ટ્રોક, આંતરડાના કેન્સર અને અન્ય ગંભીર બિમારીનું જોખમ ઘટી જાય છે.
મુખ્યમંત્રી નિવાસસ્થાને આયોજિત આ મિલેટ મહોત્સવમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, મુખ્ય સચિવ પંકજકુમાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો,અધિકારીઓ તેમજ 33 જિલ્લામાંથી આવેલા કૃષિકારો ઉપસ્થિત રહ્યા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT