રાજકોટમાં રખડતા શ્વાને એક વ્યક્તિને બચકુ ભરતા ત્યાં જ પટકાયા- CCTV

ADVERTISEMENT

રાજકોટમાં રખડતા કુતરાઓના ખસીકરણ માટે તંત્રની ઉદાસીનતા સતત સામે આવી રહી છે. કુતરા ખસીકરણમાં રૂપિયા પાણીની જેમ જોઈએ છે અને કામ કરવામાં કેટલી બેદરકારી ચાલી રહી છે તેના સતત બનાવો સામે આવે છે.
રાજકોટમાં રખડતા કુતરાઓના ખસીકરણ માટે તંત્રની ઉદાસીનતા સતત સામે આવી રહી છે. કુતરા ખસીકરણમાં રૂપિયા પાણીની જેમ જોઈએ છે અને કામ કરવામાં કેટલી બેદરકારી ચાલી રહી છે તેના સતત બનાવો સામે આવે છે.
social share
google news

રાજકોટઃ રાજકોટમાં રખડતા કુતરાઓના ખસીકરણ માટે તંત્રની ઉદાસીનતા સતત સામે આવી રહી છે. કુતરા ખસીકરણમાં રૂપિયા પાણીની જેમ જોઈએ છે અને કામ કરવામાં કેટલી બેદરકારી ચાલી રહી છે તેના સતત બનાવો સામે આવે છે. આજે એક ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં રાજકોટના ભક્તિનગર સર્કલ પાસેથી પસાર થતા એક વ્યક્તિ પર રખડતા શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેઓને ઈજાઓ થઈ હોવાથી ત્રણ ટાંકા પણ આવ્યા હતા.

પાલનપુરમાં ગાયનેક તબીબને બતાવવા આવેલી મહિલાએ દુષ્કર્મની ધમકી આપી 5 લાખ માગ્યા

કુતરું કરડશે તેવો અણસાર પણ ન આવ્યો
રાજકોટમાં ડાઘિયા કૂતરાઓનો આંતક યથાવત રહ્યો છે. શહેરના ભક્તિનગર સર્કલ પાસે ગાયત્રી મંદિર નજીક શરાફી મંડળી માં પૈસા ભરવા જતાં ઠાકરશી નાગજીભાઈ લિંબાસિય પટેલ નામના વૃદ્ધને પગમાં ડાઘિયા કૂતરાએ બટકું ભરી લેતા લોહી લુહાણ થઈ ગયા હતા. કુતરાએ બચકું ભરતા તેઓ ત્યાં જ નીચે પટકાઈ ગયા હતા. તેમની પાસે રહેલા કેટલાક કામના કાગળો પણ વેરવિખેર થઈ ગયા હતા. તેમને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે તેઓ જ્યાં શાંતિથી પસાર થઈ રહ્યા છે ત્યારે કુતરું તેમને બચકું ભરી લેશે. સ્થાનિક લોકોએ ૧૦૮ ને ફોન કરી વૃદ્ધને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. ઇજાગ્રસ્ત વૃદ્ધને પગના ભાગે ત્રણ ટાંકા લેવા પડ્યા હતા અને ચાર ઇન્જેક્શન ખાવા પડ્યા હતા, ઘટના ના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કુતરું તેમને કેવી રીતે બચકું ભરી લે છે. જુઓ આ વીડિયો…

(ઈનપુટઃ નિલેશ શિશાંગિયા, રાજકોટ)

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT