જામનગરઃ ચૂંટણી દરમિયાનના ચેકિંગ વખતે પોલીસે ઝડપ્યા રોકડા રૂપિયા 24 લાખ

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગરઃ હાલમાં વિધાનસભા ચૂંટણીઓને લઈને ગુજરાતમાં આચાર સંહિત્તા લાગુ છે. દરમિયાનમાં વાહન ચેકિંગ કરી રહેલી જામનગર પોલીસના હાથે એક સ્વીફ્ટ કાર ચઢી ગઈ અને તેમાંથી રોકડા રુપિયા 24 લાખ ઝડપાયા છે. પોલીસે આ રૂપિયા જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ચૂંટણી દરમિયાન રોકડની હેરાફેરી પર પોલીસની ચાંપતી નજર છે.

સ્વીફ્ટ કારમાંથી ઝડપાયા રોકડ નાણા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોઈ શખ્સો ચૂંટણીમાં દારુ, ડ્રગ્સ કે નશીલા પદાર્થોની રેલમછેલ ન કરે, રોકડા કે બીજી કોઈ રીતે મતદાનને ખોટી અસર ન પાડી જાય તે માટે તંત્ર સજ્જ છે. ગુજરાતમાં ઘણા સ્થાનો પર સતત પોલીસ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ (એસએસટી) દ્વારા ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ દરમિયાન જામનગરમાં ચૂંટણી સંદર્ભેના ચેકિંગની કામગીરી દરમિયાન લાખો રૂપિયા ઝડપાયા હતા. એસએસટીની ટીમ દ્વારા વોહરાજીના હજીરા પાસેથી લાખો રૂપિયા ઝડપી પાડવામાં આવ્યા હતા. એસએસટીના ચેકિંગ દરમિયાન એક સ્વીફ્ટ કારમાંથી 24 લાખ રૂપિયાની રોકડ મળી આવલી હતી. સ્થાનીક તંત્ર અને પોલીસ દ્વારા આ કાર ચાલક સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાથે જ આ રુપિયા ચૂંટણ દરમિયાન કોઈ ખોટા મનસુબા પુરા કરવામાં વપરાવાના હતા કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.

(વીથ ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT