CM ની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, G20, બજેટ સહિત અનેક મહત્વના મુદ્દે ચર્ચા
અમદાવાદ : આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક આયોજીત થશે. સવારે 10 કલાકે કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે.…
ADVERTISEMENT
અમદાવાદ : આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક આયોજીત થશે. સવારે 10 કલાકે કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. બેઠકમાં બજેટની તૈયારીઓ અંગે પણ ચર્ચા થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામા કેબિનેટ બેઠકનું આયોજન થશે. સવારે 10 કલાકે કેબિનેટ બેઠક મળશે જેમાં ઈ-સરકાર પ્રોજેક્ટ સંદર્ભે તેમજ બજેટની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત બજેટની વિભાગવાર થઈ રહેલી બેઠકની સમીક્ષા પણ થશે.
કોરોનાના કેસ તથા વેક્સિનેશન અંગે ચર્ચા થશે
કોરોનાના કેસ તથા વેક્સિનેશનની અંગે પણ ચર્ચા થશે. G-20 બેઠકને લઈ ગુજરાતમાં થનારી બેઠક અંગે સમીક્ષા થશે. આ ઉપરાંત પતંગ મહોત્સવની તૈયારીઓની પણ સમીક્ષા થશે. ઈ સરકાર પ્રોજેક્ટ સંદર્ભે કેબિનેટમા સમિક્ષા થશે તેમજ સરકાર નીતિવિષયક બાબતો પર ચર્ચા થશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગેની જોગવાઇઓ અંગે પણ ચર્ચા થશે
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉની બેઠકમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ની જોગવાઈ હેઠળ આવતા પ્રિ- વોકેશનલ વિદ્યાર્થીઓ કે, જેઓ 6થી8 ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે. તેઓ માટે 10- બેગલેસ ડે ની જોગવાઈ કરવામાં આવી છે. જેનો હેતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સમજણના કૌશલ્ય સાથે જોડવાનો છે.
ADVERTISEMENT
G20 સમિટ મહત્વના મુદ્દે ચર્ચા થશે
જેમાં જુદા જુદા સ્થાનિક વ્યવસાયો અંતર્ગત વિદ્યાર્થીઓને જીવંત અનુભવો પૂરા પાડવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને બેંક, ઉદ્યોગો, યુનિવર્સિટી, આઈટીઆઈ જેવી સંસ્થાઓની મુલાકાતે લઇ જવાશે. પ્રેક્ટિકલ શિક્ષણ પર વધારે ભાર આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ માત્ર થિયરી નહી પરંતુ પ્રેક્ટિકલ અનુભવ પણ કરી શકે.
ADVERTISEMENT