AHMEDABAD માં ટપોરી પરિવારના ઘર પર બુલડોઝર ફરી વળ્યું, લોકો ગુનેગારોથી ત્રાહીમામ્

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : શહેરના જમાલપુર વિસ્તાર અને એસટીની આસપાસ સામાન્ય લોકોનું જીવન ખરાબ કરનારા ગુજસીટોકના આરોપી શરીફ ખાનની મિલ્કત પર પોલીસે બુલડોઝર ફેરવી દીધું હતું. જેના પગલે સ્થાનિક લોકોમાં પોલીસ માટેનું વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. જમાલપુર વિસ્તારમાં રહેતા કેટલાક અસામાજિક તત્વોએ પોતાની ખંડણી ઉઘરાવવાને ફેમિલી બિઝનેસ બનાવી નાખ્યો હતો. સમગ્ર પરિવારના તમામ લોકો ખંડણી ઉઘરાવતા હતા.

સુશીલ અગ્રવાલે કડક કાર્યવાહી હાથ ધરી
આ અંગે પોલીસે કડક કાર્યવાહી કરતા ડીસીપી સુશીલ અગ્રવાલે તમામ પરિવારજનો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરીને તમામને જેલ પાછળ ધકેલી દીધા હતા. પોલીસે હવે એક સ્ટેપ આઘળ વધીને ગુનેગારોની મિલકત પર બુલડોઝર ફેરવી નાખ્યું હતું. જેના પગલે ગુનેગારોનો આતંક ઘણા અંશે ઓછો થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

શરીફ ખાન અને તેનો આખો પરિવાર ખંડણી ઉઘરાવતો હતો
અમદાવાદનાં ગુનેગારો શરીફ ખાન અને તેના પરિવારના સભ્યો આ વિસ્તારમાં અનેક લોકો પાસે ખંડણી ઉઘરાવતા હતા. કોઇએ ઘર બનાવવું હોય કે ધંધો કરવો હોય તો આ પરિવારને ખંડણી ચુકવવી પડતી હતી. પોલીસની આ કાર્યવાહીના કારણે તમામ વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે હવે યુપીવાળી અમદાવાદમાં પણ કરી છે.

ADVERTISEMENT

કોર્પોરેશનની જગ્યામાં ભવ્ય મકાન ઉપરાંત દુકાનો બનાવી દીધી
અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન ની જમીન પર આ ટોળકીએ ન માત્ર બિનકાયદેસર ઘર બાંધ્યું હતુ પરંતુ દુકાનો પણ બનાવી હતી અને તેને ભાડે ચડાવી હતી. બાલમખાન પઠાણ, અજીમખઆન પઠાણ અને શરીફ ખાન પઠાણ ત્રણ ભાઇઓ ઉપરાંત ત્રણેયના પુત્રો આ ખંડણીનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. આ ઉપરાંત એક બહારનો વ્યક્તિ પણ હતો. આ લોકો મારામારી, ખંડણી, ધમકી, લૂંટ, ધાડ અને આર્મ્સ એક્ટના ગુના આચરી ચુક્યાં છે.

    follow whatsapp

    ADVERTISEMENT