BREAKING: જૂનાગઢમાં જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી, 10-12 લોકો નીચે દબાયા હોવાની આશંકા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જૂનાગઢ: જૂનાગઢમાં બે દિવસ પહેલા પડેલા ભારે વરસાદ બાદ જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના બની છે. દાતાર રોડ પર આવેલી જર્જરિત બિલ્ડીંગ અચાનક ધરાશાયી થતા અંદર 10 થી 12 જેટલા લોકો દબાયા હોવાની આશંકા છે. ત્યારે JCB મશીન સાથે લોકો અને NDRFની ટીમ પણ લોકોના રેસ્ક્યુમાં જોડાઈ હતી. તો 108 એમ્બ્યુલન્સ સેવા પણ મદદ માટે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ કરાયેલા લોકોને તાત્કાલિક ઓક્સિજન મળી શકે તે માટે સ્થળ પર ઓક્સિજન સિલિન્ડર પણ પહોંચાડી દેવામાં આવ્યા છે.

કડિયાવાડ વિસ્તારમાં આવેલું શાક માર્કેટ નજીક હોવાથી માણસો અંદર દટાયા હોવાની આશંકા છે. હાલમાં પોસલી તથા NDRFની ટીમ દ્વારા JCB મશીન દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મકાનની નીચે દુકાનો હતી, એવામાં વિસ્તારમાં લોકોની ભારે ભીડ જામતી હોય છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

ADVERTISEMENT

(વધુ વિગતો ઉમેરાઈ રહી છે…)

    follow whatsapp

    ADVERTISEMENT