BREAKING: ગુજરાતમાં AAP અને કોંગ્રેસ ગઠબંધનમાં લડશે લોકસભા ચૂંટણી, ઈસુદાન ગઢવીની જાહેરાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે થોડા જ મહિનાનો સમય બાકી રહ્યો છે. આ વચ્ચે AAP ગુજરાત અને કોંગ્રેસને લઈને મહત્વની માહિતી સામે આવી રહી છે. જે મુજબ આમ આદમી પાર્ટી અને ગુજરાત કોંગ્રેસ સાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે. બંને પાર્ટી I.N.D.I.A ગઠબંધન હેઠળ ચૂંટણી લડશે. AAPના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, તે ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે. આ સાથે જ ઈસુદાન ગઢવીએ ભાજપમાં થયેલા પત્રિકા કાંડ વચ્ચે નેતાઓના રાજીનામા મામલે પણ તપાસ કરવાની માંગણી કરી છે.

વિધાનસભા ચૂંટણીમાં AAPના લીધે કોંગ્રેસને થયું નુકસાન

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ, AAP અને ભાજપ ત્રણેય અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા. જેમાં આમ આદમી પાર્ટીને 13 ટકા વોટ શેર અને 5 સીટો મળી હતી. તો બીજી તરફ કોંગ્રેસને આ કારણે મતની વહેંચણીથી મોટું નુકસાન થતા માત્ર 17 બેઠકો પર પહોંચી ગઈ હતી. ત્યારે હવે બંને પાર્ટીઓ એકસાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે તો ચોક્કસથી ભાજપના 26 બેઠકો જીતવાના પ્લાન પર પાણી ફરી શકે છે.

INDIA ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ થશે

કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં કોંગ્રેસ સહિત 26 જેટલા પક્ષોએ INDIA નામના ગઠબંધન પક્ષની રચના કરી છે. જે સાથે મળીને આગામી લોકસભા ચૂંટણી લડવાનું છે. આ ગઠબંધનમાં આમ આદમી પાર્ટી પણ છે, જેથી ગુજરાતમાં પણ આ ગઠબંધનનું પાલન થશે અને AAP-કોંગ્રેસ વચ્ચે સીટોની વહેંચણી બાદ ટિકિટની ફાળવણી થશે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT