હાર્ટ એટેક પછી થયા બ્રેઈન ડેડઃ જૂનાગઢના પરિવારે અધિકમાસમાં કર્યું સ્વજનનું અંગદાન
ભાર્ગવી જોશી.જૂનાગઢઃ પુરુષોતમ માસ એટલે અધિક માસ, જેમાં દાન અને પૂજા કરી પુણ્ય કમાવવાંનું મહત્વ છે. આપણે ત્યાં આ મહિનાઓમાં અપાર દાનની સરવાણી વહેતી હોય…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી.જૂનાગઢઃ પુરુષોતમ માસ એટલે અધિક માસ, જેમાં દાન અને પૂજા કરી પુણ્ય કમાવવાંનું મહત્વ છે. આપણે ત્યાં આ મહિનાઓમાં અપાર દાનની સરવાણી વહેતી હોય છે. કોઈ રૂપિયા, તો કોઈ અનાજ, કપડાં કે ભોજન વગેરે આપી દાન કરે છે ઉપરાંત પુણ્ય કમાવાની અપેક્ષા પણ રાખતા હોય છે પણ જૂનાગઢ માં એક પરિવારે અનોખું દાન કર્યું છે.
હાર્ટ એટેક આવ્યો
જૂનાગઢના ક્રિષ્નાબેન જ્યદીપભાઈ હીરપરા ઉમર વર્ષ 27 ને બ્રેન ડેડ થતાં તેમના પરિવાર દ્વારા અધિક માસ નિમિતે મૃતક ક્રિષ્ના બેનના અંગોના દાન કરવાનો નિર્ણય કર્યો છે.આ અંગે ડોકટર આકાશ પટોલીયા એ જણાવ્યું હતું કે ક્રિષ્ના બેન ગર્ભવતી હતા નવમો માસ ચાલી રહ્યો હતો પરંતુ તાણ આવી જતા હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો અને બ્રેન ડેડ થયું છે. અમે તેમના પરિવારને સમજાવ્યું કે ક્રિષ્ના બેન ના અન્ય સારા અંગો દાન કરી શકાય એમ છે અને એમનો પરિવાર તૈયાર થતા અને બધી તયારી કરી લીધી છે અમદાવાદ થી ગ્રીન કોરિડોર ની જરૂર પડશે તો એ પણ કરવામાં આવશે અને કેશોદ થી પણ ગ્રીન કોરિડોર બનાવવામાં આવશે .ક્રિષ્ના બેન ના પાંચ અંગો આંખ,લીવર,કિડની, ફેફસાં ના દાન થી અન્ય પાંચ લોકોને નવું જીવન મળશે.
ADVERTISEMENT
જૂનાગઢમાં રહેતા ક્રિષ્ના બેનના પરિવારના સભ્યો એ આ અંગે સંમતિ આપતા સુરેશ મોણપરા એ કહ્યું હતું કે ક્રિષ્ના બેનના સસરા અને પિતા બન્નેએ ક્રિષ્ના બેનના અંગોનું દાન કરી પાંચ લોકોને નવું જીવન આપવાનો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
તેમણે કહ્યું કે, અમારા પરિવાર માટે ક્રિષ્નાબેન અને બાળકના મૃત્યુથી ખૂબ દુઃખ થયું છે પરંતુ આપણા આ અંગોના દાનથી ક્રિષ્નાબેન થકી અન્ય પાંચ લોકોને નવું જીવન આપી શકતા હોય તો આ અધિકમાસમાં અંગોનું દાન કરીએ.
ADVERTISEMENT