Bomb threat : 26 જાન્યુઆરી પહેલા Ahmedabad માં સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી, પોલીસ દોડતી થઈ
Ahmedabad Bomb threat : 26 જાન્યુઆરી અને મકરસંક્રાતિ પહેલા અમદાવાદના સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી મળી છે. શાહીબાગના સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં ઇમેઇલ…
ADVERTISEMENT
Ahmedabad Bomb threat : 26 જાન્યુઆરી અને મકરસંક્રાતિ પહેલા અમદાવાદના સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી મળી છે. શાહીબાગના સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં ઇમેઇલ દ્વારા એક ઘમકી આપવામાં આવી છે. આ ઈમેલ મળતા જ તંત્રમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. પોલીસ સહિતની ટીમ દોડતી થઇ ગઇ છે. સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી છે.
સ્મૃતિ સ્મારકને ઉડાવી દેવાની ધમકી
અમદાવાદના શાહીબાગ વિસ્તારનાં સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં એક ઇ મેઇલ મળ્યો હતો. જેમાં ઇમેઇલ દ્વારા સ્મૃતિ સ્મારકને ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્ફોટક પ્રદાર્થથી ઉડાવી દેવાનો ઇ મેઈલ મળતાં તપાસનો દોર શરૂ થઈ ગયો છે. આ જગ્યા પર શાળાના વિદ્યાર્થીનો એક કાર્યક્રમ ચાલતો હતો. ઈ મેઈલ મળતાંની સાથે સ્કૂલનો કાર્યક્રમ રદ્દ કરી દેવમાં આવ્યો હતો. ધમકી ભર્યો ઇમેલ મળતાં જ થોડા સમય સરદાર સ્મૃતિ સ્મારકમાં દોડધામ મચી ગઇ હતી. ધમકીને લઈને તપાસ કરવા માટે માટે ઘટનાસ્થળે બોમ્બ સ્કોડ અને એસ.ઓ.જી ની ટીમ ધટના સ્થળે પહોંચી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT