રાજકોટમાં મહિલા મોબાઈલ શોપમાં પાર્સલ સાચવવા આપી ગઈ, રાત્રે બ્લાસ્ટ થતા આખી દુકાન બળીને ખાખ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: શહેરના ભક્તિનગર વિસ્તારમાં મોબાઈલની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગના બનાવ બાદ દુકાનમાં લાગેલા સીસીટીવી ચેક કરતા ચોંકાવનારો જ ઘટસ્ફોટ થયો હતો. દુકાનમાં મોબાઈલનું કવર લેવા આવેલી મહિલા જ એક બેગ મૂકીને જતી રહી હતી. જે બેગમાં રાત્રે બ્લાસ્ટ થતા આખી દુકાનમાં આગ ફેલાઈ ગઈ હતી અને મોટું નુકસાન થવા પામ્યું હતું.

દુકાનમાં આવેલી મહિલા પાર્સલ મૂકીને ગઈ હતી
ગંદાવાડી વિસ્તારમાં ગુંદાવાડી પોલીસચોકીની સામે ગુજરાત મોબાઈલ નામની દુકાન આવેલી છે. ગુરુવારે સાંજે અજાણી મહિલા મોબાઈલ કવર લેવા માટે આવી હતી. બાદમાં તે દુકાનમાં થોડીવાર પાર્સલ રાખવાની વાત કરીને બેગ મૂકીને જતી રહી હતી. જોકે લાંબા સમય સુધી મહિલા બેગ લેવા ન આવી, બીજી તરફ દુકાન બંધ કરવાનો સમય થતા દુકાનમાલિકે પાર્સલ સાચવીને મૂકી દીધું અને બંધ કરીને જતો રહ્યો.

અડધી રાત્રે પાર્સલમાં બ્લાસ્ટ થયો
જોકે રાતના સમયે અચાનક દુકાનમાં આગ લાગવાની જાણ થતા દુકાનમાલિક ત્યાં દોડી ગયો હતો.ફાયરબ્રિગેડની ટીમ પણ બીજી તરફ ત્યાં પહોંચી અને પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે આગ પર કાબૂ મેળવાય તે પહેલા જ મોબાઈલ એસેસરીઝનો મોટો જથ્થો સળગીને ખાખ થઈ ગયો હતો. આ બાદ દુકાનમાલિકે પોલીસને જાણ કરી હતી.

ADVERTISEMENT

FSLની મદદથી પોલીસે તપાસ કરી
પોલીસની દ્વારા આગ મામલામાં FSLની મદદ લેવામાં આવી હતી. જેમાં પ્રાઈમરી તપાસમા પાર્સલમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું હતું. પાર્સલમાં કોઈ રમકડું હતું અને તેમાં બેટરી હતી. બેટરીમાં લિક્વિડ થવાના કારણે તેમાં બ્લાસ્ટ થયો હતો અને આખી દુકાનમાં આગ પ્રસરી જતા તે બળીને ખાખ થઈ ગઈ હતી. બીજી તરફ પોલીસે હાલ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે, જેમાં કોઈ મહિલા દુકાનમાં પાર્સલ લઈને આવતી દેખાય છે.

    follow whatsapp

    ADVERTISEMENT