લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટરસ્ટ્રોક, આ નેતા ધારણ કરશે ભાજપનો ખેસ
વિરેન જોશી, મહીસાગર: લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ લડી લેવાના મૂડમાં છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું સમીકરણ બગાડનાર નેતાને હવે ભાજપ પોતાના પક્ષમાં લઈ રહ્યું છે. વિધાનસભા…
ADVERTISEMENT
વિરેન જોશી, મહીસાગર: લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ લડી લેવાના મૂડમાં છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું સમીકરણ બગાડનાર નેતાને હવે ભાજપ પોતાના પક્ષમાં લઈ રહ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં મહીસાગર જિલ્લા લુણાવાડા વિધાનસભા બેઠક માટે ભાજપમાંથી ટિકિટ ન મળતા ભાજપ છોડી અપક્ષ ઉમેદવારી કરનાર જય પ્રકાશ પટેલ ઉર્ફ જે પી પટેલની આજે ભાજપમાં થશે ઘરવાપસી તેમજ જિલ્લાની બાલાસિનોર બેઠક માટે કૉંગ્રેસમાંથી ટિકિટ ન મળતા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડનારા ઉદેસિંહ ચૌહાણ આમ આદમી પાર્ટી છોડી ભાજપનો ખેસ ધારણ કરશે.
જે. પી. પટેલના કારણે ભાજપે ગુમાવી બેઠક
વિધાનસભા ચૂંટણી વખતે મહીસાગર જિલ્લામાં લુણાવાડા વિધાનસભા બેઠક પર રાજકરણ ખુબજ ગરમાયુ હતું. જેનું કારણ હતું મહીસાગર જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચૂકેલા તેમજ જે વખતે મહીસાગર જિલ્લો અસ્તિત્વ ન હતો ત્યારે પણ પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂકેલા અને આચાર્ય સંઘના પ્રમુખ એવા જે પી પટેલે લુણાવાડા વિધાનસભા બેઠક માટે ભાજપમાંથી ટિકિટની માંગણી કરી હતી. પરંતુ ભાજપ દ્વારા તેમને ટિકિટ ફાળવવામાં આવી ન હતી. અને લુણાવાડાના સિટીગ ધારાસભ્ય જીજ્ઞેશ સેવકને રિપીટ કરવામાં આવ્યા હતા. જેના કારણે જે પી પટેલે ભાજપમાંથી તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી લુણાવાડા વિધાનસભા બેઠક માટે અપક્ષ ઉમેદવારી કરી હતી. લુણાવાડા વિધાનસભા બેઠક પર ભાજપ, કૉંગ્રેસ તેમજ અપક્ષ વચ્ચે ત્રિપાખીઓ જંગ ખેલાયો હતો. અને છેવટે આ જંગમાં અપક્ષ ઉમેદવાર જે પી પટેલના કારણે ભાજપના ઉમેદવાર જીજ્ઞેશ સેવકની હાર થતા ભાજપને આ સીટ ગુમાવી પડી હતી અને કૉંગ્રેસના ગુલાબસિંહનો વિજય થયો હતો.
ચૂંટણી પહેલા સસ્પેન્ડ કર્યા અને હવે આવકારશે ભાજપ
ભાજપ દ્વારા વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર જે પી પટેલ અને તેમના સમર્થન રહેનાર નગરપાલિકા સદસ્યો તેમજ કાર્યકરોને ભાજપ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અને ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભાજપના મોટા નેતાઓ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને ક્યારે માફ નહિ કરવામાં આવે તેવા ભાષણો કરવામાં આવ્યા હતા. ત્યારે વિધાનસભા ચૂંટણી પુરી થયે છ મહિના જેટલો સમય થયો છે ત્યારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને ફરીથી ભાજપ દ્વારા પક્ષમાં સમાવવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકરણમાં ક્યારે શુ થાય તે કહી શકાય નહી એ વાત સાચી સાબિત થઈ રહી છે
ADVERTISEMENT
આ બંને નેતા જોડાશે ભાજપમાં
બીજી તરફ બાલાસિનોર વિધાનસભા બેઠક માટે કૉંગ્રેસમાંથી ટિકિટ નહિ મળે તેવો ખ્યાલ આવી જતા મહીસાગર જિલ્લા કૉંગ્રેસના ઉપ પ્રમુખ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અને બાલાસિનોર વિધાનસભા બેઠક માટે ચૂંટણી આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ મળતા ચૂંટણી લડ્યા હતા. અને જેના કારણે કૉંગ્રેસના સિટીગ ધારાસભ્ય અજિત સિંહ ચૌહાણની હાર થઈ હતી. આમ મહીસાગર જિલ્લામાં લુણાવાડા વિધાનસભા બેઠક ભાજપ માટે હારનું કારણ બનનનાર જે પી પટેલ તેમજ બાલાસિનોર બેઠક કૉંગ્રેસ માટે હારનું કારણ બનનનાર ઉદેસિંહ આજે કમલમ ખાતે પોતના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે ત્યારે કહી શકાય કે ભાજપ મહીસાગર જિલ્લામાં મજબૂત પક્ષ બની જશે
આ બાબતે મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા સાથે ગુજરાત તક સંવાદદાતા સાથે ટેલીફોનિક વાત થતા તેમણે જણાવ્યું હતું કે આ બે નેતા તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે અને સમગ્ર કાર્યક્રમ કમલમ ખાતે યોજાશે
ADVERTISEMENT
ADVERTISEMENT