વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પાટીદારોને 50થી વધારે ટિકિટ આપવી પડશે: ઉમિયાધામ પ્રમુખ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે તેવામાં રાજકીય પક્ષો ગેરેન્ટી આપવામાં વ્યસ્ત છે અને સમાજો માંગણીઓ કરવામાં વ્યસ્ત છે. પાટીદાર સમાજ દ્વારા પણ હવે ચૂંટણી પહેલા દાવેદારી ઠોકવામાં આવી છે. સૌરાષ્ટ્રના સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ વાંસજાળિયાએ આગામી ચૂંટણીમાં ભાજપે પાટીદારોને 50 ટિકિટ આપવી જોઇએ તેવી માંગ કરી છે. આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલન સમયે મૃત્યુ પામનારા યુવાનોને નોકરી પણ તત્કાલ અસરથી આપવી જોઇએ તેવી માંગ કરી હતી.

મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પાટીદાર અગ્રણીએ કરી માંગ
સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઇ વાંસજાળિયાએ ધ્રોલમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જો કે તેમણે માંગ કરી કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પાટીદાર સમાજને 50 થી વધારે ટિકિટ આપવી જોઇએ. લોકશાહીમાં દરેકને માંગવાની ઓફર છે. ગઇ ચૂંટણીમાં ભાજપે 50 સીટ આપી હતી. આ વખતે પણ એટલી અથવા તેનાથી વધારે આપશે તેવી અમને અપેક્ષા છે.

પાટીદાર યુવાનોને સમાજે મદદ કરી હવે સરકારનો વારો
આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલન સમયે જે યુવાનોનાં મૃત્યુ થયા છે તેમના પરિવારના એક વ્યક્તિને નોકરી આપવી જોઇએ. પાટીદાર સમાજની 6 મોટી સંસ્થાઓ છે. જેના દ્વારા પાટીદાર આંદોલન સમયે શહીદ થયેલા 14 યુવાનોને 20-20 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. જો કે હવે સરકાર પણ પોતાની ફરજ નિભાવે અને સરકારી નોકરી આપે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT