મનીષ સિસોદિયાને મળી ભાજપમાં જોડાવવાની ઓફર, વાંચો તેમનો સણસણતો જવાબ
દિલ્હીઃ ગુજરાત પ્રવાસ પહેલા મનીષ સિસોદિયાને ભાજપમાં જોડાવવાની ઓફર મળી હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેમણે BJP પર આક્ષેપ કર્યો છે કે આમ આદમી પાર્ટી છોડી…
ADVERTISEMENT
દિલ્હીઃ ગુજરાત પ્રવાસ પહેલા મનીષ સિસોદિયાને ભાજપમાં જોડાવવાની ઓફર મળી હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેમણે BJP પર આક્ષેપ કર્યો છે કે આમ આદમી પાર્ટી છોડી દેવા માટે તેમને ખાસ ઓફર મળી છે. એટલું જ નહીં મનીષ સિસોદિયાએ ઘટસ્ફોટ કર્યો કે મને ભાજપે એમ પણ જણાવ્યું કે જો હું પાર્ટીમાં જોડાઈ જઈશ તો CBI EDના કેસ બંધ કરી દેવાશે. જોકે મનીષ સિસોદિયાએ આનો એવો સણસણતો જવાબ આપ્યો કે તેમની પ્રતિક્રિયા અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.
मेरे पास भाजपा का संदेश आया है- “आप” तोड़कर भाजपा में आ जाओ, सारे CBI ED के केस बंद करवा देंगे
मेरा भाजपा को जवाब- मैं महाराणा प्रताप का वंशज हूँ, राजपूत हूँ। सर कटा लूँगा लेकिन भ्रष्टाचारियो-षड्यंत्रकारियोंके सामने झुकूँगा नहीं। मेरे ख़िलाफ़ सारे केस झूठे हैं।जो करना है कर लो
— Manish Sisodia (@msisodia) August 22, 2022
હું મહારાણા પ્રતાપનો વંશજ છું- મનીષ સિસોદીયા
ભાજપમાં જોડાવવાની ઓફર પર મનીષ સિસોદીયાએ કહ્યું કે હું મહારાણા પ્રતાપનો વંશજ છું. રાજપૂત છું. ‘સર કટા લૂંગા’ કોઈપણ ભોગે કઈપણ થાય હું ભ્રષ્ટાચારીઓ અને ષડયંત્ર કરનારા લોકો સામે નમીશ નહીં. મારા વિરૂદ્ધ તમામ કેસ ખોટા છે. જે કરવું હોય એ કરી લો.
મહારાણા પ્રતાપના વંશજથી ડરે છે ભાજપ- ઈસુદાન
દિલ્હીના ડેપ્યૂટી CM મનીષ સિસોદિયાના નિવાસ સહિત અન્ય સ્થળે CBIએ રેડ કરી હતી. જેના પગલે આમ આદમી પાર્ટીએ ભાજપ પર વળતા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન હવે ગુજરાત પ્રવાસ પૂર્વે ઈસુદાન ગઢવીએ પણ સ્પષ્ટપણે ટ્વીટ કરીને ભાજપના કેટલાક પ્રમુખોને લલકાર્યા છે. આને જોતા હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ લડી લેવાના મૂડ જોવા મળી રહી છે.
ADVERTISEMENT
સંજય સિંહે મહારાણા પ્રતાપના વંશ તરીકે સિસોદિયાને જણાવ્યા
ભાજપના અનુરાગ ઠાકુરે મનીષ સિસોદિયાના નામને MONEY SHH તરીકે ઉચ્ચારતા વિવાદ વકર્યો હતો. જેનો વળતો જવાબ આપતા આમ આદમી પાર્ટીના સંજય સિંહે કહ્યું હતું કે મનીષ સિસોદિયાનું નામ માન સન્માન સાથે લેવું જોઈએ. તે કોના વંશજ છે એની માહિતી તો મેળવી લેવી જોઈએ. વળી મનીષ સિસોદિયાનું નામ બદલવાની તાકાત કોઈનામાં નથી. તેઓ મહારાણા પ્રતાપના વંશજ છે અને આગલ અનુરાગ ઠાકુરને ટેગ કરીને કહ્યું કે તમારે સમજી વિચારીને નિવેદનો આપવા જોઈએ.
ADVERTISEMENT