લ્યો બોલો ભાજપના સાંસદે જ કહ્યું, આદિવાસી બાળકો દયનીય હાલતમાં, જાણો શું છે મામલો
નરેન્દ્ર પેપરવાલા,નર્મદા: ભાજપના સાંસદ મનસુખ વસાવા અનેક વખત સરકાર સામે આવી પોતાની રજૂઆતને લઈ પહોંચ્યા છે. ત્યારે આજે ફરી એક વખત સરકાર સામે પહોંચ્યા છે.…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા,નર્મદા: ભાજપના સાંસદ મનસુખ વસાવા અનેક વખત સરકાર સામે આવી પોતાની રજૂઆતને લઈ પહોંચ્યા છે. ત્યારે આજે ફરી એક વખત સરકાર સામે પહોંચ્યા છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામની માધ્યમિક શાળામાં સ્લેબનો પોપડો તુટી પડતાં 8 થી વધુ વિદ્યાર્થીનીઓ ઘાયલ થઈ હતી. આ ઘટના બાદ ભાજપ સાંસદ મનસુખ વસાવા લાલઘુમ થયા છે.એમણે નર્મદા અને ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક પ્રવુતિ કરતી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળને આડેહાથ લીધી હતી અને આક્રોશ સાથે જણાવ્યું હતું કે આદિવાસી બાળકો દયનીય હાલતમાં છે.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામની માધ્યમિક શાળામાં સ્લેબનો પોપડો તુટી પડતાં 8 થી વધુ વિદ્યાર્થીનીઓ ઘાયલ થઈ હતી.ભાજપ સાંસદ મનસુખ વસાવા, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાએ ઘટનાસ્થળની અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મનસુખ વસાવાએ ધારાસભ્ય અને સ્થાનિક નેતા પર સવાલો કર્યા છે.
જાણો શું કહ્યું સાંસદ સભ્યએ
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આદિવાસી બાળકો દયનીય હાલતમાં છે.ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ હોય કે ગુજરાતની કોઈ પણ ગ્રાન્ટેડ શાળાઓ, છાત્રાલયો કે હાઇસ્કુલ હોય જો એમા અપુરતી સુવિધા હોય અથવા બિલ્ડિંગ જર્જરિત હોય તો સરકારે એ સંસ્થા પોતાની હસ્તક લઈ લેવી જોઈએ.જર્જરિત શાળા, છાત્રાલયો અને સ્કૂલો સારી બને એ જરૂરી છે. શહેરી વિસ્તારની સ્કૂલો અદ્યતન સુવિધા વાળી છે જ્યારે આદિવાસી વિસ્તારની સ્કૂલો, છાત્રાલયો અપુરતી સુવિધા વાળી છે જે ચિંતાનો વિષય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: રાધનપુર વારાહી હાઇવે રક્તરંજીત બન્યો, જીપ-ટ્રક વચ્ચેના અકસ્માતમાં 6 લોકોના મોત
ગુજરાતમાં જર્જરિત શાળાઓ કે છાત્રાલયોમાં સારી સુવિધા ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્થાનિક ધારાસભ્ય, આગેવાનો અને સંચાલકોની છે. ગુજરાત સરકાર ટીમ બનાવી સ્કવોડ દ્વારા વિઝિટ કરાવે અને જે છાત્રાલયો, હોસ્ટેલો અને સ્કૂલ બિલ્ડિંગોમાં ક્ષતિ જણાય તો એ સંસ્થાની માન્યતા સરકાર રદ કરે.ગુજરાતમા આદિવાસી બાળકો ભણે છે એ છાત્રાલયો, હોસ્ટેલો અને સ્કૂલ બિલ્ડિંગોની હાલત દયનીય છે. ગુજરાત સરકાર સંસ્થાઓને ખુબ ગ્રાન્ટ આપે છે, એટલે સંચાલકોની ફરજ છે કે વિદ્યાર્થીઓને સારી સુવિધા આપે સારુ ભણતર પણ આપે એ તેમની જવાબદારી છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT