મોરબી: છોકરીઓની છેડતી કરનારા ટપોરીઓ પકડાયા, કાંતિ અમૃતિયાએ કહ્યું- કોઈના પણ દીકરા હોય છોડીશું નહીં

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી: મોરબીમાં સુપર માર્કેટમાં તાજેતરમાં લુખ્ખા તત્વોનો વિદ્યાર્થિનીઓની છેડતી કરતો બનાવ સામે આવ્યો હતો. ટ્યુશને જતી છોકરીઓના રસ્તામાં પગ નાખીને હેરાનગતિ કરવામાં આવી હતી. સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. જે વાઈરલ થતા હવે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ગાંધીનગરથી સીધા મોરબી દોડી ગયા હતા. MLA કાંતિ અમૃતિયાએ આજે છોકરીની છેડતી કરાઈ તે સ્થળે પહોંચીને સ્થાનિકોની મુલાકાત કરી હતી.

મોરબી પહોંચી શું બોલ્યા કાંતિ અમૃતિયા?
મોરબી પહોંચેલા MLA કાંતિ અમૃતિયાએ છેડતીની ઘટના પર કહ્યું કે, કોઈપણ ચમરબંધીનનો દીકરો હશે તેને છોડીશું નહીં. આ શખ્સો વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં આ પ્રકારનો બનાવ મોરબીમાં ન બને તે માટે તકેદારી રાખવામાં આવશે. તેમણે કહ્યું, બનાવની જાણ થતા જ મેં મોરબી પોલીસનો સંપર્ક કર્યો અને ઈન્ચાર્જ DSP પી.એ ઝાલાને સૂચના આપી હતી કે આ શખ્સોને ઝડપી લેવામાં આવે.

તેમણે ઉમેર્યું હતું કે, પોલીસ તપાસમાં આ યુવાનો અન્ય કોઈ નહીં પરંતુ વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે જે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી અભ્યાસ માટે મોરબી આવતા હતા. પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી છે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ADVERTISEMENT

શું હતું સીસીટીવી કેમેરામાં?
સીસીટીવીમાં મોરબી સુપર માર્કેટમાં કોમ્પલેક્ષમાં ટ્યુશન ક્લાસમાં છોકરીઓ આવે તે પહેલા ચાર જેટલા યુવક ત્યાં રસ્તામાં ઊભા રહી જાય છે. જેવી છોકરીઓ ત્યાં પહોંચે છે એક યુવક પગ લાંબા કરીને રસ્તો રોકીને બેસી જાય છે. આ બાદમાં છોકરીઓ ત્યાંથી નીકળે ત્યારે તેમની સામે પગ લંબાવીને હેરાન કરતા દેખાઈ રહ્યો છે. હવે છેડતીનો વીડિયો સામે આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT