અમદાવાદમાં બલિ માટે લઈ જવાતા પાડાને છોડાવવા ધારાસભ્યએ આખું પોલીસ સ્ટેશન માથે લીધું!

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ચૂંટણી દરમિયાન જીવદયા અને હિન્દુત્વના નામે ચૂંટણી જીતનારા નેતાઓ ચૂંટણી જીત્યા બાદ સૂર બદલાઈ જતા હોય છે. શહેરના શાહપુરમાં પણ આવો જ એક મામલો સામે આવ્યો છે. જ્યાં હિન્દુત્વના નામે વોટ માગનારા દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને ધાર્મિક વિધિ અને બલિ માટે લઈ જવાતા પાડાને પોલીસે પકડી લેતા છોડાવવા આખું પોલીસ સ્ટેશન માથે લીધું હતું.

પાડો છોડાવવા ધારાસભ્યએ પોલીસ સ્ટેશન માથે લીધું
મીડિયા રિપોર્ટ્સ મુજબ, શાહપુરમાં પોલીસને માહિતી મળી હતી કે કેટલાક લોકો બલિ માટે પાડાને લાવ્યા છે. જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બલિને અટકાવીને પાડાને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. એવામાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું પોલીસ સ્ટેશન બહાર એકઠું થયું હતું અને ધારાસભ્ય કૌશિક જૈનને જાણ કરાતા તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા. રિપોર્ટ મુજબ, પોલીસે રાજકીય દબાણને વશ થઈને પાડાને મુક્ત કરવો પડ્યો હતો. સ્થાનિકો છેક પોલીસ સ્ટેશનની બહાર ટ્રક લઈને પહોંચ્યા હતા અને પાડાને તેમાં લઈ ગયા હતા.

ધારાસભ્યએ શું કહ્યું?
આ મામલે ગુજરાત તકે ધારાસભ્ય કૌશિક જૈનનો સંપર્ક કરતા તેમણે, ‘મને કંઈ ખબર નથી’ એમ જણાવ્યું હતું. જ્યારે શાહપુર પોલીસ સ્ટેશનના PI પી.વી વાઘેલાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, અઠવાડિયા પહેલા આવું બન્યું હતું, વિધિ માટેનો પાડો હતો, પછી એ લોકો લઈ ગયા હતા.’ જોકે ધારાસભ્ય પાડાને છોડાવવા આવ્યા પોલીસ સ્ટેશન આવ્યા હતા? તેના પર PIએ કહ્યું કે, એ ખબર નથી એ વખતે હું ત્યાં હાજર નહોતો.

ADVERTISEMENT

ત્યારે સમગ્ર ઘટનાને લઈને હવે શાહપુર વિસ્તારમાં ચર્ચાઓ ઉઠી છે કે ચૂંટણી વખતે જીવદયાના નામે વોટ માગનારા નેતાઓ જ હવે આ રીતે પશુ બલિને પ્રોત્સાહન આપી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT