‘BJPના સંકલ્પ પત્રમાં, મોરબી, મોંઘવારીનો ‘મ’ પણ નહીં’- કોંગ્રેસે ભાજપના મેનીફેસ્ટો અંગે કહ્યું જુઠ પત્ર છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત ભાજપ દ્વારા આજે વિધાનસભા ચૂંટણીને લઈને પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં પણ પ્રજાને વિવિધ વચનો આપવામાં આવ્યા છે. જે ચૂંટણી ઢંઢેરો જાહેર થયા પછી ગુજરાત કોંગ્રેસ દ્વારા તેમાં ભાજપની વાતોને લઈને અને વચનોને લઈને જુઠ પત્ર હોવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપે પોતાના મેનીફેસ્ટોમાં મોરબી, મોંઘવારીનો મ પણ ઉચ્ચાર્યો નથી. મોંઘવારીને ઘટાડવાનું પ્લાનીંગ શું છે. તેમનું અગાઉનું મેનીફેસ્ટો પણ જુઓ તો આ સેમ કોપી છે બસ શબ્દફેર કરી દીધા છે. ખુદ ભાજપે જ માન્યું છે કે અગાઉના મેનીફેસ્ટોમાંથી ઘણા વાયદા પુરા થયા નથી. 70 ટકા વાયદા પુરા થયા નથી. આશા હતી કે માફી પત્ર આવશે પરંતુ માફી પત્ર ન આવ્યો અને વધુ એક દગા પત્ર આવી ગયો છે.

તમે ફ્રી આપો તો રેવડી નથી?- આલોક શર્મા
કોંગ્રેસ નેતા આલોક શર્માએ કહ્યું કે, આ કોઈ મેનીફેસ્ટો નથી, સંકલ્પ પત્ર નથી આ ભાજપનું દગા પત્ર છે. કેમ દગા પત્ર છે, કેમ જુઠ પત્ર છે તો તેમાં જે રીતે મોટા મોટા જુઠાણાં બોલાયા છે તે બધું જ અહીં છે. અમે પુછવા માગીએ છીએ કે, તમે તો કહેતા હતા કે દેશમાં રેવડી કલ્ચર નહીં હોવું જોઈએ. તો અને આજના તમારા મેનીફેસ્ટોમાં લાંબુ લચક બનાવ્યું છે તે તો પુરે પુરું રેવડી પત્ર છે. બીજી સરકારો જે કરે છે કે કરવા માગે છે તે તમને રેવડીઓ લાગે છે. જો કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં સ્કૂટી આપવાની વાત કરે તો રેવડી છે અને તમે સ્કૂટી આપવાનો વાયદો કરે તો હું સમજું છું દગો છે. તમે બે સિલેન્ડર ફ્રી આપવાની વાત કરો તો તે રેવડી નથી. તમે બાળકીઓને સાયકલ આપવાની વાત કરો તો તે રેવડી નથી. તમે ફ્રી યાત્રા, ફ્રી ટ્રાવેલની વાત કરો તો તે રેવડી કલ્ચર તમે ફરી તો નથી લાવતાને અહીં.


એક્સપોર્ટ અંગે બોલો છો, ઈમ્પોર્ટ અંગે પણ બોલોઃ શર્મા
તેમણે કહ્યું કે, દુર્ભાગ્ય એ છે કે આ વખતના મેનીફેસ્ટોમાં ભાજપે કેવી રીતે ડ્રગ્સને કંટ્રોલ કરીશું, નશાખોરીને કંટ્રોલ કરીશું, ભ્રષ્ટાચારને કંટ્રોલ કરીશું તે અંગે એક શબ્દ નથી. 22 પેપર ફૂટ્યા કોને જેલમાં નાખીશું, કોને જેલમાં નહીં નાખીએ, મોરબીના ગુનેગાર ક્યાં છે તે દીશામાં કોઈ વાત કરી નથી. મોંઘવારીનો મ પણ નથી તે દુઃખની વાત છે. કદાચ મોંઘવારીનો મ તો હોતો, કે મોંઘવારીને કેવી રીતે કાબુમાં કરીશું. સાવ બસ જુઠા સિવાય કશું નહીં. તમે કહો છો કે અમે એક્સપોર્ટ ગ્રોથ રેટમાં સૌથી ઉપર છીએ, ગત વર્ષનો આંકડો જોઈએ તો સૌથી પહેલા નંબર પર ઓડિસા છે. એક્સપોર્ટની વાત કરીએ તો તે તો પહેલા પણ થતું હતું, ઈમ્પોર્ટ શું થાય છે તેના પર તમે નહીં બોલો. ચાઈનામાંથી છેલ્લા 1 વર્ષમાં બમણું ઈમ્પોર્ટ થયું તે મામલે તમે નહીં બોલો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT