AAP પર હવે ભાજપ આક્રમક રીતે તુટી પડશે! વળતો પ્રહાર કરવા ટીમ બનાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : ગુજરાતની વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો સજ્જધજ્જ થઇને રાજકીય ભોળા નાગરિકોને ભરમાવવા માટેની કવાયત શરૂ કરી દીધી છે. જો કે ગુજરાતમાં વર્ષોથી સલામત રીતે શાસન કરી રહેલ ભાજપને આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંન્ને ટક્કર આપી રહ્યા છે. કોંગ્રેસમાં પણ ધીરે ધીરે પ્રાણ પુરાઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે તો આમ આદમી પાર્ટી તો ગુજરાતમાં આવી ત્યારથી જ આક્રમક તેવરમાં જોવા મળી રહી છે.

આપના નેતાઓને ભાવ નહી આપવાની રણનીતિ ભાજપે બદલી
ગુજરાતમાં આમ આદમી પાર્ટી જે પણ નિવેદન આપે તેની વિરુદ્ધ ભાજપના કોઇ પણ નેતા બોલવા માટે તૈયાર નહોતા. આમ આદમી પાર્ટીની કોઇ પણ ટિપ્પણી વિશે પ્રતિક્રિયા ન આપવા માટે હાઇકમાન્ડ દ્વારા સુચના આપી હતી. એટલે સુધી કે આમ આદમી પાર્ટીના નેતા હોય ત્યા ભાજપના નેતાઓ ડિબેટ માટે પણ કોઇ ચેનલમાં જતા નહોતા. જો કે હવે ભાજપને લાગી રહ્યું છે કે, આ નિતીના કારણે તેને નુકસાન પહોંચ્યું છે.

ભાજપે આપ પર ચાબખા વિંઝવા આખી ટિમ બનાવી
ભાજપ દ્વારા હવે નવી રણનીતિ તૈયાર કરવામાં આવી છે. જેના અનુસંધાને ભાજપ દ્વારા એક ટિમ બનાવવામાં આવી છે જે આપના પ્રહારોનો મુદ્દાસર અને તર્કબદ્ધ જવાબ તૈયાર કરશે. આમ આદમી પાર્ટીને પ્રહારની સામે મુંહતોડ જવાબ આપવામાં આવશે. નેતાઓ પર અંગત ટિપ્પણી કરવામાં આવશે તો તેનો પણ મુંહતોડ જવાબ આપવામાં આવશે. તમામ પ્રકારે આમ આદમી પાર્ટીને કાઉન્ટર કરવામાં આવશે.

ADVERTISEMENT

કોંગ્રેસ હવે આમ આદમી પાર્ટીને ભાવ નહી આપે
જો કે હંમેશાથી કંઇક અલગ જ વિચારતી કોંગ્રેસે આ વખતે પણ આવું જ કર્યું હતું. કોંગ્રેસના સુત્રોએ માહિતી આપી કે, હવે કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટીના કોઇ પણ નિવેદન પર વળતો જવાબ આપવામાં નહી આવે. નોંધનીય છે કે, કોંગ્રેસને લાગી રહ્યું છે કે, આપના નેતાઓના પ્રત્યુતર આપીને તે આ નેતાઓને મોટા બનાવી રહ્યુ છે. જેથી હવે તે આ નેતાઓને મોટા નહી બનાવે. અત્રે નોંધનીય છે કે, ભાજપ પહેલા આ રણનીતિ પર કામગીરી કરી રહી હતી પરંતુ હવે ભાજપ આક્રમક મોડમાં આવી ચુકી છે. તો કોંગ્રેસ હવે સુષુપ્ત અવસ્થામાં જવાની રણનીતિ બનાવી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT