સુરતમાં બોલ્યા ભાજપ MLA સંજય સરાવગીઃ ‘બિહારમાં ભ્રષ્ટાચારની ગંગોત્રી’

ADVERTISEMENT

Bihar
Bihar
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ બિહારના દરભંગા વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય સંજય સરાવગી ગુજરાતના સુરતમાં બિહાર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. બીજેપી ધારાસભ્ય સંજય સરાવગીએ બિહારમાં તૂટી પડેલા ગંગા પુલને લઈને બિહાર સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે બિહારમાં ભ્રસ્ટાચારની ગંગોત્રી વહી રહી છે. 1700 કરોડના ખર્ચે બની રહેલો ગંગા નદીનો પુલ તૂટે છે, જે વિભાગના તેજસ્વી યાદવ પોતે મંત્રી છે અને તે જ વિભાગનો પુલ તૂટી જાય છે.

બ્રિજ ફરી બનાવવાની મંજુરી આપી દેવાઈઃ MLA
ગુજરાતના સુરતમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે બિહારના દરભંગા વિધાનસભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્યને બિહારના બ્રિજ દૂર્ઘટના અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, સ્થાનિક શાસક પક્ષના ધારાસભ્યએ આ બ્રિજને લઈને વિધાનસભાની ચૂંટણી દરમિયાન બ્રિજમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી. ત્યારે બિહારના નાયબ મુખ્યમંત્રી અને માર્ગ નિર્માણ મંત્રી તેજસ્વી યાદવે સકારાત્મક જવાબ આપતા કહ્યું કે બ્રિજમાં બધુ બરાબર ચાલી રહ્યું છે અને 2 મહિના બાદ પુલ તૂટી પડ્યો. આ સરકાર ભ્રષ્ટાચારની ગંગોત્રી છે. નીતીશ કુમાર તેમની સાથે સરકાર ચલાવી રહ્યા છે. તેજસ્વી યાદવ પાસે 5 વિભાગો છે, માર્ગ નિર્માણ વિભાગ, આરોગ્ય વિભાગ, ગ્રામીણ વિકાસ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ, તેમની પાસે સમીક્ષા કરવાનો સમય નથી. કારણ કે CBI, ED તેમની પાછળ છે, તેમણે આટલો ભ્રષ્ટાચાર કર્યો છે, તેમના પરિવારે કર્યો છે, તેઓ તેમના મામલાઓમાં ફરતા રહે છે. 1 વર્ષ પહેલા બ્રિજનો એક ભાગ પડી જતાં તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં ખામીનો રિપોર્ટ આવ્યો હતો અને તે રિપોર્ટ પર કાર્યવાહી કર્યા વિના સિંગલા કંપનીને તેને ફરીથી બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. હવે તે 17સો કરોડની કિંમતનો બ્રિજ આ રીતે પડી ગયું છે. સત્તર, અઢાર વર્ષ પહેલાં લાલુ યાદવ અને તેમના પરિવારનું શાસન ધરાવતું બિહાર ફરી એ જ ભ્રષ્ટાચારીઓના હાથમાં છે. આખા બિહારમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે, પંચાયતથી લઈને રાજ્ય સ્તર સુધી કોઈ પણ કામ લાંચ આપ્યા વગર થતું નથી, ત્યાં સામાન્ય જનતા પરેશાન છે. દારૂની સમાંતર અર્થવ્યવસ્થા ચાલી રહી છે, દારૂબંધી દેખાડા માટે છે. લાખો લીટર દારૂ ઝડપાયો છે, એક પછી એક ટ્રક જપ્ત થાય છે. આ સરકાર ફરીથી એ જ લાલુ રાબડીના સહયોગથી સરકાર ચલાવી રહી છે જે જંગલરાજ હતું. એટલે ભ્રષ્ટાચારની ગંગોત્રી છે. બ્રિજ તૂટી રહ્યા છે, હોસ્પિટલોની હાલત ખરાબ છે બધે જ આ સ્થિતિ છે.

વાવાઝોડા બાયપરજોયની અસરઃ અલંગમાં સમુદ્ર તોફાની થવાની શરૂઆતમાં જ 7 ફૂટ ઉછળ્યા મોજા- Video

તપાસ પર વ્યક્ત કરી શંકા
બિહાર સરકારના મંત્રી તેજ પ્રતાપે કહ્યું હતું કે, આજે તેઓ પુલ બનાવે છે અને ભાજપ તેને તોડી નાખે છે. આ બાબતે ભાજપના ધારાસભ્ય સંજય સરાવગીએ કહ્યું કે, રાજ્યના મંત્રીની એવી વિચારસરણી છે કે તે બાંધે અને કોઈ ધક્કો મારીને જાય, આ તેમની માનસિકતા છે જે નાયબ મુખ્યમંત્રીનો ભાઈ છે અને એક જ પરિવારનો છે. આ મામલે કાર્યવાહી થવી જોઈએ, સ્વતંત્ર એજન્સી દ્વારા તેની તપાસ કરાવવામાં આવે તેવી માગ ભાજપ કરે છે. સીબીઆઈ દ્વારા તેની તપાસ કરાવવામાં આવે, ન્યાયિક તપાસ કરવામાં આવે, 1700 કરોડ રૂપિયાનો પુલ પવનની લપેટમાં ઝાડ-છોડના પાંદડાની જેમ પડી ગયો તેની તપાસ થવી જોઈએ. આ અંગે ન્યાયિક તપાસ થવી જોઈએ, જે પણ દોષિત હોય તેને બક્ષવામાં ન આવે. અમને શંકા છે કે યોગ્ય તપાસ નહીં થાય અને અમે તેજપ્રતાપને ગંભીરતાથી લેતા નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT