BJP ના મહિલા સાંસદનો ગંભીર અકસ્માત, યુવા નેતા સાથે થઇ રહ્યા હતા પસાર

ADVERTISEMENT

Gita rathva accident
Gita rathva accident
social share
google news

નરેન્દ્ર પેપરવાલા/નર્મદા : ગુજરાતના સાંસદ અકસ્માતનો ભોગ બન્યા છે. છોટાઉદેપુરના ભાજપના સાંસદ ગીતાબેનની ગાડીને નીલગાય વચ્ચે આવતા ગાડીને ગંભીર અકસ્માત નડ્યો હતો. છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન જનસંપર્ક કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઇ રહ્યા હતા ત્યારે જ અકસ્માતની ઘટના બની હતી. જો કે અકસ્માતમાં કોઇને ગંભીર ઇજા નથી પહોંચી.

છોટાઉદેપુર ના બીજેપીના સાંસદ ગીતાબેનની કારને અકસ્માત નડ્યો છે. રંગલી ચોકડી પાસે અચાનક નીલ ગાય ગાડી સામે આવી જવાના કારણે અકસ્માત સર્જાયો હતો. નીલ ગાયને બચાવવા જતા ડ્રાઇવર ગાડી પરનો કાબુ ગુમાવી બેઠો હતો. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. ગાડીને ભારે નુકસાન પણ પહોંચ્યું હતું.

સાંસદ ગીતાબેન રાઠવા અને પ્રદેશ યુવા મોરચાના ઉપ પ્રમુખ ગાડીમાં બેઠેલા હતા. તેઓ જનસંપર્ક અભિયાનમાં હિસ્સો લેવા માટે જોડાયા હતા. જો કે નિલગાય આવી જવાના કારણે સદનસીબે ગાડીના ચાલક સહિત સાંસદ અને યુવા નેતા મુકેશ રાઠવાનો આબાદ બચાવ થયો હતો. સાંસદની ઇનોવા કારને ભારે નુકસાન થયું હતું. સદનસીબે સાંસદ સહીત બીજેપીના અન્ય નેતાઓનો અદભુત બચાવ થયો હતો. જો કે અકસ્માત બાદ પણ સાંસદ જન સંપર્ક અભિયાન માટે પંચમહાલ જિલ્લાના જાંબુધોડા તાલુકાના ચાલવડ મુકામે પહોંચ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT